ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal Marketing Yard માં ધાણાની ઐતિહાસિક આવક, 3 લાખ ગુણીથી યાર્ડ ઉભરાયું

Gondal Marketing Yard ધાણાનું હબ ગણાય છે. આજે ગોંડલ યાર્ડમાં ધાણાની 3 લાખ ગુણીઓની આવક થઈ છે. વાંચો વિગતવાર
12:33 PM Apr 14, 2025 IST | Hardik Prajapati
Gondal Marketing Yard ધાણાનું હબ ગણાય છે. આજે ગોંડલ યાર્ડમાં ધાણાની 3 લાખ ગુણીઓની આવક થઈ છે. વાંચો વિગતવાર
Gondal Marketing Yard, Gujarat First,

Gondal: માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ધાણા માટે મોખરાનું સ્થાન ધરાવતા Gondal Marketing Yard માં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક આવક થઈ છે. ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થતા વેપારીઓ માટે ગુણીઓ ક્યાં મુકવી તે મોટી સમસ્યા થઈ છે. યાર્ડના ગ્રાઉન્ડ તેમજ છાપરાઓ ધાણાની આવકથી ખચોખચ ભરાઈ ગયા છે. યાર્ડમાં આવેલ વેપારીઓ તેમજ કમિશન એજન્ટની ઓફિસની બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી છે.

શું ભાવ બોલાયો ?

Gondal Marketing Yard ધાણા માટે પ્રખ્યાત છે. આજે ગોંડલ યાર્ડમાં ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થતા યાર્ડ છલકાઈ ગયું છે. હરાજી થતા ધાણાના 20 કિલોના ભાવ 800/- થી 1650/- અને ધાણીના 20 કિલોના ભાવ 800/- થી 2000/- સુધી બોલાયા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવે છે. જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  VADODARA : વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરા એરપોર્ટ પર આગમન

3500થી વધુ વાહનોએ ઠાલવ્યા ધાણા

Gondal Marketing Yard ના સેક્રેટરી તરુણ પાંચાણી જણાવ્યું છે કે, ગોંડલ યાર્ડમાં ધાણાની જણસી આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગઈકાલ સવારથી યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગમાં 3500થી વધુ વાહનો નોંધણી થઈ ગઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડબ્રેક આવક નોંધાતા યાર્ડના તમામ કર્મચારીઓ અધિકારીઓએ આખી રાત ખડેપગે રહી ધાણાની જણસીનો પુરી જેહમતથી સમાવેશ કરી લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે. જેની દરેક ખેડૂત ભાઈઓ તેમજ વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. તેમજ ગોંડલ યાર્ડમાં ડુંગળી, ઘઉં સહિત અન્ય જણસીની પણ પુષ્કળ આવક હોય અને યાર્ડમાં જગ્યાનો હોવાને કારણે ડુંગળી અને ઘઉંની પણ જણસીની આવક બંધ કરવામાં આવી છે.

ખેડૂતોને મળે છે વિવિધ સુગમતા

ગોંડલ યાર્ડના સેક્રેટરી તરુણ પાંચાણીએ જણાવ્યું છે કે, ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓની પુષ્કળ આવક થાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને અહીં પોતાની જણસીઓનો પૂરતો ભાવ તેમજ યાર્ડમાં જણસી ઉતારવાથી લઈને જણસીઓનો તત્કાલિક નિકાલ કરવાની સુગમતા પૂરી પાડવામાં આવે છે. યાર્ડના કર્મચારીઓ દિવસરાત ખડેપગે રહી ખેડૂતોને કોઈ હેરાનગતિ અને અગવડતા ન પડે તેની પૂરતી કાળજી રાખે છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી જેમ કે ખેડૂતો Gondal Marketing Yard માં આવે છે. જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  VADODARA : ટુ વ્હીલરનું ટાયર ખૂંપી જાય તેવો મુખ્યમાર્ગ પર ભૂવો પડ્યો

અહેવાલઃ  વિશ્વાસ ભોજાણી

Tags :
3 lakh gunis corianderCoriander arrivalCoriander auction priceCoriander crop SaurashtraCoriander farmers GujaratCoriander gunny bagsCoriander market in RajkotCoriander price in GondalCoriander trading GujaratFarmer income GujaratGondal marketing yardGujarat coriander marketGujarat FirstGUJARAT FIRST NEWSSaurashtra coriander hubTarun Panchani Gondal Yard
Next Article