ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gopal Namkeen fire : શંકાસ્પદ આગની ઘટના બાદ માલિકની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

ગોપાલ નમકીનનાં માલિકે કહ્યું કે, શોર્ટ સક્રિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
12:03 PM Dec 12, 2024 IST | Vipul Sen
ગોપાલ નમકીનનાં માલિકે કહ્યું કે, શોર્ટ સક્રિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
  1. રાજકોટમાં Gopal Namkeen fire ને લઈને માલિકનું નિવેદન
  2. ગોપાલ નમકીનનાં માલિક બિપીન હદવાણીની પ્રતિક્રિયા
  3. આગમાં 25 કરોડનું નુકસાન થયું છે : બિપીન હદવાણી
  4. 'શોર્ટ સક્રિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન'

રાજકોટમાં (Rajkot) ગઈકાલે નામાંકિત ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) ભીષણ આગ લાગી હતી. આ ઘટના બાદ અનેક તર્ક વિતર્ક અને સવાલો ઊભા થયો છે. ત્યારે, હવે ગોપાલ નમકીનનાં માલિકનું નિવેદન સામે આવ્યું છે. ગોપાલ નમકીનનાં માલિકે કહ્યું કે, શોર્ટ સક્રિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગવાનું કારણ પેકિંગ અને પુઠા હતા. તેમણે કહ્યું કે, આગમાં રૂ. 25 કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચો - CGST ની નોટિસ, મીડિયાની પ્રવેશબંધી અને માલિકોનો ઢાંકપિછોડો! Gopal Namkeen fire સવાલોનાં ઘેરામાં

શોર્ટ સક્રિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન : બિપીન હદવાણી

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP Game Zone fire incident) બાદ ગઈકાલે લોધિકાની મેટોડા GIDC માં આવેલી અને જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટના શંકાનાં ઘેરામાં આવતા અને અનેક સવાલો ઊભા થતાં હવે ગોપાલ નમકીનનાં માલિક બિપીન હદવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોય શકે છે. આગની ઘટનામાં 25 કરોડનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, આખા યુનિટમાં 1000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે. ગઈકાલે જ્યાં આગ લાગવાની ઘટના બની ત્યાં 50 થી 60 લોકો કામ કરતા હતા.

આ પણ વાંચો - Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો

ફાયર સેફ્ટીની સિસ્ટમ ઓપરેટિંગ અંગે પૂછાતા બોલતી બંધ!

ગોપાલ નમકીનનાં માલિકે (Bipin Hadwani) આગળ કહ્યું કે, અમારી ફાયર સેફટીની સિસ્ટમ હાઇડ્રોલિક છે જે ચાલુ છે. આગ લાગવાનું કારણ પેકિંગ અને પુઠા હોઈ શકે છે. જો કે, ફાયર સેફ્ટીની સિસ્ટમ ઓપરેટિંગ અંગે પૂછાતા બિપીન હદવાણીની બોલતી બંધ થઈ હતી. CGST અને ફૂડ વિભાગની નોટિસો અંગે બિપીન હદવાણીએ કહ્યું કે, અમને 13 કરોડ રૂપિયાની નોટિસ મળી છે પરંતુ, આ મામલો હાલ કોર્ટમાં છે. તેમણે કહ્યું કે, અમારી પાપડ પ્રોજેક્ટમાં જીવાત નીકળી હોવાનાં કારણે નોટિસ મળી હતી. જ્યારે, હિંગ અને મરીનો જથ્થો આ યુનિટમાં સીઝ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - RAJKOT માં TRP ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ! ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો

 

Tags :
Bipin HadwaniBreaking News In GujaratiFood DepartmentGopal Namkeen factory in RajkotGopal Namkeen FireGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLodhika's Metoda GIDCNews In GujaratiRAJKOTTRP Game Zone fire incidentઆગગોપાલ નમકીનનુકસાન
Next Article