Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : રાજકુમાર જાટના મોત કેસમાં પિતાએ NC ફરિયાદ કરી

લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ નોંધાતા હવે કેસમાં નવો વળાંક આવશે!
gondal   રાજકુમાર જાટના મોત કેસમાં પિતાએ nc ફરિયાદ કરી
Advertisement
  • રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ
  • રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે નોંધાઇ NC ફરિયાદ
  • જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું

Gujarat : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ થઇ છે. તેમાં લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ નોંધાતા હવે કેસમાં નવો વળાંક આવશે! જેમાં રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે NC ફરિયાદ નોંધાઇ છે. તેમાં લાફો મારનાર અજાણ્યા વ્યક્તિ સામે NC ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું

જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં જયરાજસિંહ જાડેજાએ રાજકુમાર જાટના પિતા સામે અરજી કરી છે. તેમાં બંગ્લામાં ગેરકાયદે પ્રવેશ કરવા મુદ્દે અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં સમગ્ર મામલે હાલ જેતપુર PI તપાસ કરી રહ્યા છે.
ગોંડલ પોલીસ સામે આક્ષેપો બાદ જેતપુર પોલીસને તપાસ સોંપાઇ છે.

Advertisement

ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો

ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો

ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો છે. આવા ઇજાના નિશાન અકસ્માતના કારણે ન થઇ શકે. આ ઇજા કોઇ બોથડ પદાર્થથી માર મરાયો હોય તો જ થાય. માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ છે ખોપરી ફાટી ગઇ છે, તેમાં 39 સે.મી લાંબી-ઊંડી ઇજાઓ પણ છે તથા આંખ, નાક, હોઠ અને ગાલ પર ભારે ઇજાના નિશાન છે. ગોંડલથી રાજકોટના તરઘડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેમજ યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે.

શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાત ડોક્ટર પી.આર.વરૂ, એમ.એમ. ત્રાંગડિયા અને પી.જે.મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઇજા ક્યા ક્યા થઇ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઇજા થઇ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયાની સહી સાથે સોંપવામાં આવ્યો છે તે મળ્યા બાદ કેટલાક નિષ્ણાત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માગે છે તેનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે.

આ પણ વાંચો: Visavadar by Elections : વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખીયા જંગ ખેલાશે!

Tags :
Advertisement

.

×