Gujarat Hospital Scam : સગર્ભા મહિલાનાં ચેકઅપનાં CCTV ફૂટેજ વાઇરલ થવા મામલે હોસ્પિ. તંત્રે શું કહ્યું ?
- મહિલાઓની ગોપનીયતા ભંગ થવાના વીડિયો મુદ્દે ઘટસ્ફોટ (Gujarat Hospital Scam)
- રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV ફૂટેજ હોવાનો ઘટસ્ફોટ
- હોસ્પિટલનાં એડમિન, તંત્રે ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાત
- મને લાગે છે કે અમારા કેમેરા હેક થયા છે : એડમિન
Gujarat Hospital Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital Scam) બાદ રાજ્યની વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. રાજકોટની (Rajkot) પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સગર્ભા મહિલા દર્દીઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા છે. આ મામલે જ્યારે હોસ્પિટલ તંત્રને ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First News) દ્વારા સવાલ કરવામાં આવ્યા તો તંત્ર અજાણ હોવાનું રટણ કરી ઢાંકપિછોડો કરતા જણાયું હતું. આ મામલે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
મહિલાઓની ગોપનીયતા ભંગ થવાના વીડિયો મુદ્દે ઘટસ્ફોટ
Gujarat First ના અહેવાલ બાદ તપાસનો રેલો Rajkot સુધી
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો હોવાનો ખુલાસો
અમારા સીસીટીવી હેક થયા છેઃ હોસ્પિટલના એડમીન@CyberGujarat @GujaratPolice @SP_RajkotRural #Gujarat #BigBreaking #Exclusive… pic.twitter.com/EIpjYh7XAk— Gujarat First (@GujaratFirst) February 17, 2025
આ પણ વાંચો - સગર્ભા મહિલાઓનાં ચેકઅપનાં CCTV ફૂટેજ Rajkot ની હોસ્પિટલનાં! ચોંકાવનારો ઘટસ્ફોટ
પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV ફૂટેજ વાઇરલ થવાનો ઘટસ્ફોટ!
મહિલાઓની ગોપનીયતા ભંગ થવાના વીડિયો મુદ્દે ઘટસ્ફોટ
વીડિયો જયાંથી વાયરલ થયો, ત્યાં પહોંચી Gujarat Firstની ટીમ
અમારા CCTV હેક થયા છે: હોસ્પિટલના એડમિન@CyberGujarat @GujaratPolice @SP_RajkotRural#Gujarat #BigBreaking #Exclusive #CyberCrime #PrivateVideos #ViralNews #Privacy… pic.twitter.com/jAYRY0QJUz— Gujarat First (@GujaratFirst) February 17, 2025
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબની એક ચેનલ અને ટેલિગ્રામ એપ પરનાં વિવિધ ગ્રૂપ્સમાં વિકૃત્ત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં CCTV ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યા છે. યૂટ્યૂબની (Youtube) ચેનલ પર આ પ્રકારનાં અનેક વીડિયો સતત પોસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે, ટેલિગ્રામ (Telegram) વીડિયોનાં સ્ક્રીન શોટ પોસ્ટ કરીને ચેનલમાં જોડાવવા અને રૂપિયાની માગ કરવામાં આવે છે. આ મામલે તપાસ થતાં આ CCTV ફૂટેજ રાજકોટનાં (Rajkot) 150 રીંગરોડ પર આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલનાં (Payal Maternity Hospital) હોવાનું સામે આવ્યું હતું. આથી, ગુજરાત ફર્સ્ટની ટીમ હકીકત જાણવા ત્યાં પહોંચી હતી.
આ પણ વાંચો - Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!
મહિલાઓની ગોપનીયતા ભંગ થવાના વીડિયો મુદ્દે ઘટસ્ફોટ
વીડિયો જયાંથી વાયરલ થયો, ત્યાં પહોંચી Gujarat Firstની ટીમ
મને લાગે છે કે અમારા કેમેરા હેક થયા છે: Amit Akbari
આ બનાવની તપાસ માટે પોલીસને સંપૂર્ણ સહયોગ આપીશું: Amit Akbari@CyberGujarat @GujaratPolice @SP_RajkotRural #Gujarat… pic.twitter.com/ADOfx5Adb6— Gujarat First (@GujaratFirst) February 17, 2025
મને લાગે છે કે અમારા કેમેરા હેક થયા છે : એડમિન
ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First News) દ્વારા જ્યારે પાયલ મેટરનિટી હોસ્પિટલનાં એડમિન અમિત અકબરી સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, 'આ અંગે અમને હાલ કોઈ માહિતી નથી. પરંતુ, પોલીસ અને અમારો અનુમાન છે કે અમારા CCTV કેમેરા હેક થયા હોય અને હેકર્સે આ કૃત્ય કર્યું હોય. હાલ તપાસ ચાલુ છે અને આ બનાવની તપાસમાં અમે પોલીસને સંપૂર્ણ સહયોગ આપીશું.' જોકે, હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગે વધુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ, હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપ અંગેનાં ગોપનીય વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈ ફરી એકવાર સવાલ ઊભા થયા છે. આ મામલે, હવે આગળની તપાસમાં શું ખુલાસા થાય અને સાઇબર ક્રાઇમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Jamnagar : MLA રિવાબા જાડેજાએ 'સેવા રથ' શરૂ કર્યો, અરજદારોને મળશે નિઃશુલ્ક લાભ!


