Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- Gujarat Rain: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ
- પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ
- ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ બોટાદ, ભાવનગર, સુરત અને ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ અને પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તથા દ.ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ યથાવત છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે.
ક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના છ જિલ્લા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બોટાદ, ભાવનગર, સુરત અને ભરૂચમાં પણ રેડ એલર્ટ યથાવત છે. પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વરસાદથી ખેતી, ટ્રાફિક અને જનજીવન પર મોટી અસર થઈ રહી છે. ખેડૂતોમાં પાકના નુકસાનની ચિંતા વધી છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે.
Unseasonal Rain | ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
ખેડામાં ધોધમાર વરસાદ, પાકોને નુકસાનની ભીતિ
મહીસાગરમાં ધીમી ધારે વરસાદ, ખેડૂતો ચિંતામાં
અમરેલીના જાફરાબાદમાં વરસાદથી શેરીઓમાં પાણી ભરાયું
બોટાદમાં કમોસમી વરસાદ, કપાસ-મગફળીને નુકસાનનો ખતરો
ભાવનગરના સિહોરમાં… pic.twitter.com/4C33UmACCk— Gujarat First (@GujaratFirst) October 27, 2025
Gujarat Rain: ચોત્રા ગામે કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો
અમરેલીના રાજુલા તાલુકાના ચોત્રા ગામે કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓના પાણી ગામના બ્રિજ સુધી પહોંચ્યા છે જેનાથી ચોત્રા ગામ બેટમાં ફેરવાયું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે નજીક પણ પાણી ભરાયું, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. પાણીના પ્રવાહથી ગામની સ્થિતિ વિકટ બની છે, અને ખેતીને નુકસાનની ભીતિ સર્જાઈ છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી, લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના આપી છે.
ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાનની ભીતિ
ખેડામાં ધોધમાર વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાનની ભીતિ છે. મહીસાગરમાં ધીમી ધારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અમરેલીના જાફરાબાદમાં શેરીઓમાં પાણી ભરાયું, જ્યારે બોટાદમાં કપાસ અને મગફળીના પાકને નુકસાનનો ખતરો છે. ભાવનગરના સિહોરમાં વહેલી સવારથી વરસાદે રસ્તાઓ પાણી ભરાયા, અને ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતાં વાહનચાલકો પરેશાન થયા છે. સિહોરના ગૌતમેશ્વર તળાવના બે દરવાજા ખોલાયા. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો..જેના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ 5310 ક્યુસેક પાણીની આવક-જાવક નોંધાઈ છે. જેસર પંથકમાં ભારે વરસાદથી માલણ ડેમના 30 દરવાજા ખોલાયા અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર થયું છે.
નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી
ભાવનગરના શેત્રુંજી ડેમમાં કમોસમી વરસાદને કારણે પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં નવા નીરની સારી આવક થઈ છે. હાલ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. આ વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને સાવચેત રહેવા અને નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Gujarat: અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3 લોકોના મોત થયા


