Rajkot : જેતપુરમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ!
- Rajkot નાં જેતપુરમાં તીનબત્તી ચોકમાં ગતમોડી રાત્રે બાઈક-એક્ટિવા અથડાતા,
- નગરપાલિકા કચેરી પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત
- ઈજાગ્રસ્ત એક્ટિવાચાલકને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો
Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનાં ધમધમતા તીનબત્તી ચોક વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નગરપાલિકા કચેરી પાસે સામસામે આવી રહેલા બાઈક અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થતા એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.
Rajkot નાં જેતપુરમાં એક્ટિવા-બાઇક વચ્ચે અકસ્માત, બાઇકસવારનું મોત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રિના સુમારે જેતપુર નગરપાલિકા કચેરીનાં ગેટ પાસે એક એક્ટિવા અને હોન્ડા બાઈક સામસામે એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હોન્ડાચાલક સંજયભાઈ મનસુખભાઈ સત્રોટીયા રસ્તા પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો -Gir Somnath : રાશન કાર્ડ E-KYC માટે લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર સહિત ત્રણ ઝડપાયા
એક્ટિવાચાલકને પણ ગંભીર ઇજાઓ, પોલીસે તપાસ આદરી
જ્યારે સામા પક્ષે, એક્ટિવાચાલક ભાવિન ચંદુભાઈ ગોસાઈને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ એકત્ર થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. ગત રાત્રે બનેલી આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોનાં ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ જેતપુર સિટી પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક સંજયભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી, ટ્રાફિક ક્લિયર કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
અહેવાલ : હરેશ ભાલિયા, જેતપુર
આ પણ વાંચો - Dahod : ખેતરમાં કામ કરતી હતી 50 વર્ષીય મહિલા, અચાનક આવ્યો દીપડો અને..!


