ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : કરિયાવરના નામે છેતરપિંડી મામલે 7 સામે ફરિયાદ, જાણો આયોજકોએ શું કહ્યું ?

આયોજકોમાં વિક્રમ સોરાણી અને બોમ્બે સુપરસીડનાં માલિક પિન્ટુ પટેલનું નામ સામે આવતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે.
04:26 PM May 13, 2025 IST | Vipul Sen
આયોજકોમાં વિક્રમ સોરાણી અને બોમ્બે સુપરસીડનાં માલિક પિન્ટુ પટેલનું નામ સામે આવતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે.
Rajkot_Gujarat_first
  1. સમૂહ લગ્નમાં સોનાનાં દાગીનામાં છેતરપિંડી થયાનો મામલો (Rajkot)
  2. આયોજકમાં બોમ્બે સુપરસીડના માલિક પિન્ટુ પટેલનું પણ નામ
  3. બોમ્બે સુપરસીડનાં માલિક અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલનું નિવેદન
  4. સમૂહ લગ્નમાં હું આયોજક નહીં માત્ર દાતા છું : પિન્ટુ પટેલ
  5. સમૂહ લગ્નનાં આયોજક વિક્રમ સોરાણીની પણ આવી પ્રતિક્રિયા

રાજકોટમાં (Rajkot) સમૂહલગ્નનાં નામે ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. સોનાનાં દાગીનાને બદલે નકલી વસ્તુ આપ્યાનો આરોપ થયો છે. સમૂહલગ્નમાં (Samuh Lagna) સામેલ એક પરિવારની મહિલા દ્વારા દાગીનાની ચકાસણી કરતા ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં (Kuwadwa Police Station) 7 આયોજકો સામે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સમૂહલગ્નનાં આયોજકોમાં વિક્રમ સોરાણી અને બોમ્બે સુપરસીડનાં (Bombay Superseed) માલિક પિન્ટુ પટેલનું નામ સામે આવતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે.

સમુહલગ્નમાં કરિયાવરના નામે છેતરપિંડીનો આરોપ

રાજકોટમાં (Rajkot) શિવાજી સેના દ્વારા 27 એપ્રિલે 555 દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સમુહલગ્નમાં કરિયાવરના નામે છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ થયો છે. આયોજકો દ્વારા દીકરીઓને સોનાનાં દાગીનાનાં બદલે નકલી દાગીનાં આપ્યા હોવાનો આરોપ થયો છે. લખતરના એક પરિવારે આયોજકો સામે પોલીસ ફરિયાદ કરી છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં 7 આયોજકો સામે આ ફરિયાદ નોંધાઈ છે. આયોજકોમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી, કુવાડવાના કારખાનેદાર પિન્ટુ પટેલ, અક્ષય ધાડવી, રોશની પ્રજાપતિ, રાહુલ શીશા, જયંતિભાઇ, પ્રિયંકાબેન વાળા નામ સામેલ છે. આ આયોજક પૈકી વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Rajkot : સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી! સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ

આયોજકે વીડિયો જાહેર કરીને માગી માફી, કહ્યું- લોકો મારો સંપર્ક કરે..!

માહિતી અનુસાર, વિવાદ વધતા આયોજકે વીડિયો જાહેર કરીને માગી માફી છે અને દાગીના દાતા તરફથી અપાયા હોવાનું રટણ કર્યું છે. આયોજક વિક્રમ સોરાણીએ (Vikram Sorani) કહ્યું કે, સમૂહલગ્નમાં માત્ર એક ચૂક જ આપવામાં આવી છે. ચૂક સિવાય અન્ય કોઈ વસ્તુઓ આપવામાં આવી નથી. પાંચ વસ્તુઓમાં માત્ર સોનાની એક ચૂક હતી. સમૂહલગ્નમાં કોઈને સમજણ ફેર થઈ છે. અમે સોનાની ચૂક બદલી આપવા માટે તૈયાર છીએ. અમે સમૂહ લગ્ન માટે જવાબદાર છીએ પણ કોઈ આવી ઘટના બની હશે તે લોકો મારો સંપર્ક કરે.

આ પણ વાંચો - Ahmedabad CP ઑફિસમાં IPS જેવો વટ ધરાવતા 'સાહેબ' ઘર ભેગા, શહેર પોલીસ આનંદો

સમૂહ લગ્નમાં હું આયોજક નહીં માત્ર દાતા છું : પિન્ટુ પટેલ

બીજી તરફ બોમ્બે સુપરસીડનાં માલિક અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલે (Pintu Patel) કહ્યું કે, સમૂહ લગ્નમાં હું આયોજક નહીં માત્ર દાતા છું. વિક્રમ સોરાણી એ મારું નામ આયોજકમાં નાખ્યું અને ફોટો પણ મૂકી દીધો. મારા તરફથી સમૂહ લગ્ન મામલે એક પણ જાહેરાત થઇ નથી. પોલીસમાં અરજી કરનાર અરજદારને પણ હું ઓળખતો નથી, અમે કોઈ સાથે ખોટું કર્યું નથી.

આ પણ વાંચો - અમરેલીમાં મદરેસા પર ચાલ્યું તંત્રનું બુલડોઝર

Tags :
Bombay SuperseedgujaratfirstnewsKuwadwa police stationPintu PatelRAJKOTRajkot Samuh LagnaShivaji SenaTop Gujarati NewVikram Sorani
Next Article