ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot Corona Cases : રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસમાં વધારો, જાણો શું છે સ્થિતિ ?

શહેરમાં કોરોનાના કુલ 61 પોઝિટિવ કેસ નોંધાયા છે. 43 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 18 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.
04:03 PM Jun 04, 2025 IST | Vipul Sen
શહેરમાં કોરોનાના કુલ 61 પોઝિટિવ કેસ નોંધાયા છે. 43 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 18 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.
Rajkot_Gujarat_First
  1. રાજકોટ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો (Rajkot Corona Cases)
  2. છેલ્લા 24 કલાકમાં 9 જેટલા કેસ આવ્યા સામે
  3. કોરોનાનાં કુલ 61 પોઝિટિવ કેસ નોંધાયા
  4. કુલ 43 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  5. 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી

Rajkot Corona Cases : રાજકોટમાં કોરોનાનાં કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાનાં 8 કેસ નોંધાયા હતા અને એક્ટિવ કેસની (Corona Virus) સંખ્યા 40 એ પહોંચી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 નવા કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ 61 પોઝિટિવ કેસ નોંધાયા છે. 43 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 18 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો - Corona in Gujarat : રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું! અત્યાર સુધીમાં 461 એક્ટિવ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનાં નવા 9 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓની (Rajkot Corona Cases) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાનાં કેસ છેલ્લા 3-4 દિવસથી સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનાં નવા 9 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 61 પહોંચ્યો છે. આ 61 દર્દી પૈકી 43 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 18 દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Corona Cases : અમદાવાદીઓ સાચવજો..! છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા!

ગઈકાલે શહેરમાં કોરોનાનાં 8 નવા કેસ નોંધાયા હતા

જણાવી દઈએ કે, ગઈકાલે શહેરમાં કોરોનાનાં વધુ 8 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 40 સુધી પહોંચી હતી. આ પહેલા 2 જૂનનાં રોજ 7 નવા કેસ નોંધાયા હતા, જેમાં 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યની વાત કરીએ તો ગઈકાલ સુધીમાં કોરોનાના કુલ 461 એક્ટિવ કેસ નોંધાયા હતા. જે પૈકીનાં 20 કેસ હોસ્પિટલાઇઝ અને 441 હોમ આઇસોલેશન હેઠળ હતા. કોરોનાનાં કારણે 1 દર્દીનું મોત થયું હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો - Rajkot માં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ

Tags :
Corona Cases in RajkotCorona infectionCorona Positive Cases in IndiaCorona VirusCovid-19GUJARAT FIRST NEWSRajkot Corona CasesTopGujaratiNews
Next Article