Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વિનાની કારમાં વીરપુર પહોંચ્યા, મીડિયાથી ભાગ્યા!
- બફાટ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીને થયું ભાન! (Rajkot)
- જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ માફી માંગી
- નંબર પ્લેટ વિનાની ગાડીમાં સ્વામી જલારામ બાપાનાં મંદિરે પહોંચ્યા
- બ્લેક કલર સ્કોર્પિયો ગાડીમાં વીરપુર પહોંચ્યા સ્વામી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જલારામ બાપા (Jalaram Bapa) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને (Gyan Prakash Swami ) આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં (Virpur) જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી માગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પ્ણી બાદ રઘુવંશી સમાજ અને બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્વામી જલારામ બાપાનાં મંદિરે (Rajkot) આવી માફી માગે તેવી માગ ઊઠી હતી.
આ પણ વાંચો - Surat: એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, હવે સેલવાસ જવા રવાના
સ્વામી જલારામ બાપાનાં મંદિરે આવી માફી માગે તેવી માગ ઊઠી હતી
જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીરપુરમાં (Virpur) જલારામ બાપાનાં મંદિરે આવીને સ્વામી દંડવત કરીને માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીરપુરમાં સ્વામીનાં વિરોધમાં રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) અને બાપાનાં ભક્તો દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી અને એક દિવસ સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Surat : સેલવાસથી PM મોદી સુરત પહોંચ્યા, મેગા રોડ શો યોજશે, વિશાળ જાહેરસભાને સંબોધશે
નંબર પ્લેટ વિનાની બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર પહોંચ્યા જ્ઞાનપ્રકાશ સ્વામી
જો કે, વિવાદ વધતા આજે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાનાં મંદિરે પહોંચ્યા હતા. નંબર પ્લેટ વિનાની બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર આવ્યા હતા. સ્વામીને વીરપુરમાં (Rajkot) પાછળની જગ્યાથી જલારામ બાપા મંદિરે લઈ જવાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી જેવામાં આવ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાનાં (Jalaram Bapa) મંદિરે માફી માગી હતી. જો કે, આ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામી મીડિયાને જવાબ આપવાથી બચ્યાં હતા. નોંધનીય છે કે, અગાઉ પણ સ્વામીએ વીડિયો બનાવીને માફી માગી હતી. પરંતુ, બાપાનાં ભક્તોમાં રોષ યથાવત જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - PM મોદી સેલવાસ પહોંચ્યા, દીવમાં 150 કરોડ અને દમણમાં 105 કરોડના વિકાસકામોનું લોકાર્પણ