Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ભાદર -1 ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું, 46 ગામના ખેડૂતોને થશે ફાયદો

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર -1 માંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે.
rajkot  ભાદર  1 ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું  46 ગામના ખેડૂતોને થશે ફાયદો
Advertisement
  1. જેતપુર, ધોરાજી અને જુનાગઢ સહિત 46 ગામના ખેડૂતોને થશે ફાયદો
  2. ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું
  3. ભાદર સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર -1 માંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે. ભાદર 1 ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને આ ડેમ 6647 MCFT પાણીની કુલ ક્ષમતા ધરાવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ડેમ ભાદર એક ડેમમાંથી ખેડૂતો માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા છ પાણ (સિંચાઈ માટેનું પાણી )છોડવામાં આવેલ છે.

Advertisement

આ પણ વાંચો: Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત

Advertisement

18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ

ભાદર-1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે. ભાદર-1 ડેમમાંથી ખેડૂતો માટે શિયાળુ પિયત માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે કુલ છ પાણ આપવાનું ભાદર સિંચાઇ વિભાગ દ્વારા આયોજન કરાયું છે. જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સહિત આસપાસના કુલ 46 જેટલા ગામોની જમીનને થશે પિયતનો લાભ 8,500 હેકટર જમીનને પિયત માટેનો થશે લાભ હાલ 2400 જેટલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરીએ ફોર્મ ભરીને પાણી માટેની માંગ કરી હતી.

આ પણ વાંચો: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો

150 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યુંઃ એન.બી.સિંધલ

આ અંગે ભાદર ડેમના સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેરે એન.બી.સિંધલ એ જણાવ્યું હતું કે, 150 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. ખેડૂતોને ખેતી માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે અને પાક સૂકાય નહીં તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંચાઈ માટે કુલ છ વાર ખેડૂતોને પાણી આપવામાં અવશે. કેનાલ આધારિત સિંચાઈના પિયતનો લાભ મળશે. ભાદર સિંચાઈ યોજના મારફતે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂતોએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ પિયતના કારણે પાકને ફાયદો થયો હોવાનું પણ જણાવ્યું હતું.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો: Narmada: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની કરાઈ અટકાયત, જાણો શું છે મામલો

Tags :
Advertisement

.

×