Rajkot Lok Mela : Gujarat First નાં અહેવાલની ધારદાર અસર, રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ યોજાશે લોકમેળો
- ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી ધારદાર અસર (Rajkot Lok Mela)
- લોકમેળા સમિતિ મેળાની તારીખ જાહેરાત કરી
- લોકમેળો રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ યોજાશે
- આગામી 14 થી 18 ઓગસ્ટે 5 દિવસનો મેળો યોજાશે
- સ્ટોલની હરાજી અંગે સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી
Rajkot Lok Mela : રંગીલા રાજકોટમાં વર્ષોથી યોજાતા લોકમેળા અંગે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. લોકમેળા સમિતિએ મેળાની તારીખ જાહેરાત કરી છે. સાથે જ આ વર્ષે પણ લોકમેળો રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડ (Racecourse Ground) ખાતે જ યોજાશે. આગામી 14 થી 18 ઓગસ્ટ, 2025 એમ 5 દિવસનો મેળો યોજાશે.
રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા કરાઈ હતી રજૂઆત
રાજકોટ ખાતે વર્ષોથી યોજાતા લોકમેળાને (Rajkot Lok Mela) લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. આ વર્ષે પણ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડ (Racecourse Ground) ખાતે જ યોજાશે. જણાવી દઈએ કે, અગાઉ રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી. રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય ડૉ. દર્શીતા શાહે (MLA Dr. Darshita Shah) આ રજૂઆત કરી હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી. જો કે, માર્ગ અને મકાન વિભાગે અટલ સરોવર પાસે જગ્યા સમતલ ન હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આથી, શહેરી વિકાસ વિભાગ ગ્રાન્ટ ફાળવે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર (Atal Sarovar) નજીક લોકમેળો યોજવો અશક્ય હોય તેમ જણાવ્યું હતું. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Rajkot : શહેરનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે?
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી ધારદાર અસર
જો કે, ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. લોકમેળા સમિતિએ મેળાની તારીખ જાહેરાત કરી છે અને સાથે જ લોકમેળો રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ યોજાશે તેમ પણ માહિતી આપી છે. આગામી 14 થી 18 ઓગસ્ટ એમ 5 દિવસ સુધી મેળો યોજાશે. સ્ટોલની હરાજી અંગે માહિતી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે.
-ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી ધારદાર અસર
-લોકમેળા સમિતિ મેળાની તારીખ કરી જાહેરાત
-લોકમેળો રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાશે
-આગામી 14થી 18 ઓગસ્ટે 5 દિવસનો મેળો યોજાશે
-સ્ટોલની હરાજી અંગે સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી#Gujarat #vadodara #Lokmela #VenueControversy… pic.twitter.com/Odi4RRKFjY— Gujarat First (@GujaratFirst) June 4, 2025
સ્ટોલ/પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો :
લોકમેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેનાં સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા. 09/06/2025 થી તા. 13/06/2025 સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત (શહેર-1) જૂની કલેક્ટર કચેરી, રાજકોટ ખાતેથી સવારનાં 11:00 થી બપોરનાં 16:00 કલાક દરમિયાનમાં રૂ. 200 ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમનાં ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે. તેમ જ જુદી-જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડિપોઝિટની પૂરેપૂરી રકમ મળીને "અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ" નાં નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે.
આ પણ વાંચો - Rajkot Corona Cases : રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસમાં વધારો, જાણો શું છે સ્થિતિ ?
સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાનાં 120 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીનાં 06 સ્ટોલ 23/6/2025 સોમવારનાં 11:00 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીનાં 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીનાં 12 પ્લોટનો 23/6/2025 સોમવાર સવારે 11:30 કલાકે હરાજી રાખવામાં આવી છે.
આ ઉપરાંત તા. 24/6/2025 મંગળવારનાં રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીનાં 2 પ્લોટ અને બી 1/કોર્નર ખાણીપીણીનાં 44 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈનાં 5, એફનાં 3, જીનાં 20 અને એચનાં 6 પ્લોટની હરાજી તા. 25/06/2025 બુધવારનાં સવારે 11:30 કલાકે અને 26/06/2025 ગુરૂવારે કેટેગરી- એક્સ આઇસ્ક્રીમના 16 પ્લોટ તથા કેટેગરી ઝેડ-ટી કોર્નરનાં 1 પ્લોટ માટે સવારે 11:30 કલાકે હરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટનાં ડ્રો અને હરાજી નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ (Rajkot) (શહેર-1)જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, મિટિંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે.
યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ, એફ, જી, એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો (RMC) રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજૂ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે, જેમાં કેટેગરી જે તથા કે માટેનાં પ્રવેશદર મહત્તમ રૂ.35, ઈ, એફ, જી, એચ યાંત્રિક કેટેગરીની આઈટમોનાં પ્રવેશ દર મહત્તમ રૂ. 45 લેવાના રહેશે. લોકમેળાનો નક્શો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1)પ્રાંત, જૂની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. કેટેગરી-એક્સની હરાજીમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની ભાગ લઈ શકશે તેમ જ પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલમાં કરી શકશે. તેમ અધ્યક્ષશ્રી, લોકમેળા (Rajkot Lok Mela) અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ (શહેર-1)ની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો - Gandhinagar : Corona નાં વધતા સંક્રમણ અંગે આરોગ્ય વિભાગની પ્રતિક્રિયા, જણાવ્યું આ શહેરમાં સૌથી વધુ કેસ


