Rajkot : ભેળસેળયુક્ત ખોરાકની ટેસ્ટિંગ માટેનાં મોંઘાદાટ મશીનો જ ધૂળ ખાતા થયા!
- રાજકોટમાં તંત્રના અણઘડ અને અંધેર વહીવટનો વધુ એક નમૂનો (Rajkot)
- સૌરાષ્ટ્રની એકમાત્ર રિજનલ ફૂડ ઓફિસમાં ધૂળ ખાતા સાધનો!
- NABL ગાઈડલાઈન પ્રમાણે કંસ્ટ્રક્શનનું કામ પૂર્ણ થવું જરૂરી
- લેબનું કન્સ્ટ્રક્શન પૂર્ણ થયાનાં 5 વર્ષ પહેલા જ લાવી દીધા કરોડોનાં સાધનો!
- હજુપણ લેબોરેટરી ચાલુ થવાને લાગી શકે છે 6 મહિના જેટલો સમય
Rajkot : રાજ્યમાં એક તરફ જ્યાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનાં કિસ્સા વધી રહ્યા છે ત્યારે બીજી તરફ નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતા ઇસમો સામે કાર્યવાહી કરનારા તંત્રની અણઘડ અને અંધેર વહીવટનો ચિતાર આપતા દ્રશ્યો સામે આવ્યા છે. સૌરાષ્ટ્રની એકમાત્ર રિજનલ ફૂડ ઓફિસમાં (FSL) કરોડોની કિંમતનાં મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. NABL ગાઈડલાઈન પ્રમાણે લેબનું કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થવું જરૂરી છે પરંતુ, તેના અંદાજે 5 વર્ષ પહેલા જ કરોડોની કિંમતના મશીનો લાવી દેવામાં આવતા તે ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે. આ મામલે યોગ્ય તપાસ થાય તો કરોડો રૂપિયાનાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે તેવી ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો- Ram Mokariya : રાજકોટ BJP માં મોટું આંતરિક ઘમાસાણ! રામ મોકરિયાને હવે 'No Entry'!
સૌરાષ્ટ્રની એકમાત્ર રિજનલ ફૂડ ઓફિસમાં ધૂળ ખાતી મોંઘાદાટ ટેસ્ટિંગ મશીનો!
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ (Rajkot) ખાતે સૌરાષ્ટ્રની એકમાત્ર રિજનલ ફૂડ ઓફિસમાં (Saurashtra's Regional Food Office) મોંઘાદાટ મશીન ધૂળ ખાતા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. NABL ગાઈડલાઈન પ્રમાણે લેબનાં કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થવું જરૂરી છે. જો કે, કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થાય તેના 5 વર્ષ પહેલા જ કિંમતી સાધનો લાવીને મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે લેબોરેટરી ચાલુ થવાને હજું પણ 6 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યારે સવાલ થાય છે કે શું NABL ની મંજૂરી મળ્યાનાં 5 વર્ષ પહેલા જ સાધનો લાવી દીધા ? કરોડોનું માઈક્રોબાયોલાજી મશીન (Microbiology Machine) હાલ બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યું છે.
આ પણ વાંચો- Bhavnagar : RBSK ની મદદથી ફરિયાદકા ગામનાં બાળકનું હૃદય ફરી ધબકતું થયું
મશીન ચાલુ કરવાનું થશે તે પહેલા ચકાસણી કરી લઈશું : અધિકારી
આ અંગે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં (Food and Drugs Department) એક અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ નથી ખબર કે મશીન ચાલુ છે કે બંધ છે. અધિકારીએ જણાવ્યું કે, FSSI નાં નિયમ પ્રમાણે લેબોબેટરી તૈયાર કરવામાં આવી રહી છે. આગામી 6 મહિનામાં માઇક્રોબાયોલોજી ટેસ્ટની શરૂઆત થઈ જશે. મશીન ચાલુ કરવાનું થશે તે પહેલા ચકાસણી કરી લઈશું. જણાવી દઈએ કે, વાસી, ફૂગવાળા, ભેળસેળયુક્ત ખોરાકનાં ટેસ્ટિંગ અને ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસવા માટે માઈક્રોબાયોલોજી ટેસ્ટ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે, આ ટેસ્ટ માટેનાં કરોડોની કિંમતનાં મશીન હાલ ધૂળ ખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની એકમાત્ર રિજનલ લેબોરેટરીમાં (Saurashtra's Regional Food Office) ટેસ્ટ બંધ હોવાથી વડોદરા લેબનું ભારણ વધી ગયું છે.
ગુજરાત ફર્સ્ટનાં સવાલ :
- લેબ ચાલુ થયાનાં 5 વર્ષ પહેલા કેમ વસાવી દેવાયા કરોડોનાં મશીન ?
- શું NABL ની મંજૂરી બાદ ન વસાવી શકાય આ મોંઘા મશીનો ?
- શું પાંચ વર્ષથી વણવપરાયેલા સાધનો ચાલુ થશે ખરા ?
- જો મશીન બગડી ગયા હશે તો ફરી કરાશે કરોડોનો ખર્ચ ?
- જ્યારે જરૂર નહોતી ત્યારે સાધનો ખરીદવાની કેમ કરાઈ ઉતાવળ ?
- શું કરોડોનાં મશીનની ખરીદીમાં થયો છે મોટો ભ્રષ્ટાચાર ?
આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યમાં અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી


