Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ

આ કેસમાં પીડિત પરિવારે પોલીસની કામગીરી સામે સવાલ ઊઠાવ્યા છે. સાથે જ પોલીસનાં નિવેદન અને દાવાઓમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે.
rajkot   ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું  દ્રશ્યમ   cctv  નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ
Advertisement
  1. રાજકોટના ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! (Rajkot)
  2. સીસીટીવી અને નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ
  3. ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલાં પ્રસારિત કર્યાં હતા CCTV ફૂટેજ
  4. CCTV માં દેખાતું તથ્ય પોલીસનાં જવાબમાં નથી દેખાતું!

રાજકોટના (Rajkot) ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સાથે જ આ કેસમાં પોલીસની તપાસનું વલણ પણ શંકા ઉપજાવે એવું છે. કારણ કે, પોલીસનાં દાવા મુજબ આ કેસમાં કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી પરંતુ ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) રિપોર્ટરે જ્યારે પ્રવિણસિંહ જાડેજા નામની વ્યક્તિ સાથે વાત કરી (જેને પોલીસે શરૂઆતમાં આરોપી તરીકે રજૂ કર્યો હતો) તો તેણે કહ્યું કે નિવેદન આપી દીધું! સાથે જ આ કેસમાં ફરિયાદીનાં દાવા સામે પોલીસનો દાવો પણ વિપરિત જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Botad : સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજે કહ્યું - આવા નિવેદનો કરવાવાળાને અમે.!

Advertisement

સીસીટીવીમાં દેખાતું તથ્ય પોલીસનાં જવાબમાં દેખાતું નથી!

રાજકોટનાં ન્યારી ડેમ રોડ પર ગત 21 માર્ચે એક સફેદ કલરની કારે એક્ટિવા સવાર યુવકને અડફેટે (Nyari Dam Accident Case) લીધો હતો. આરોપ છે કે, કારમાં સવાર નબીરાઓ અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઇવર બદલી નાંખવાનો ખેલ ખેલ્યો હતો. આ કેસમાં પીડિત પરિવારે પોલીસની કામગીરી સામે સવાલ ઊઠાવ્યા છે. સાથે જ પોલીસનાં નિવેદન અને દાવાઓમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે. કારણ કે, અગાઉ પત્રકાર પરિષદમાં પોલીસે કહ્યું હતું કે હજુ કોઈનું નિવેદન લીધું નથી. ત્યારે ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતા રહીમ લાખાણી પ્રવિણસિંહ જાડેજા સાથે વાત કરી તો તેણે નિવેદન આપી દીધું! હોવાની વાત કહી હતી. સાથે જ તેણે એવો પણ દાવો કર્યો કે કાર તે ચલાવી રહ્યો હતો, પોલીસને આ મુદ્દે નિવેદન આપી દીધું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પાસે ઓડિયો ક્લીપ અને પોલીસનું નિવેદન પણ છે.

Advertisement

આ પણ વાંચો - Gun Licence Racket : ગુજરાતમાં ગુનાહિત શખ્સો પાસે ગન અને લાયસન્સ બંને, કોણ છે સમગ્ર કૌભાંડની પાછળ ?

ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો CCTVનો સંપૂર્ણ અભ્યાસ

બીજી તરફ જીવલેણ અકસ્માત બાદ કારનાં ચાલક બદલાયા હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે ઘણા સવાલ ઊભા કરે એવા છે. સીસીટીવીમાં દેખાતું તથ્ય પોલીસનાં (Rajkot Police) જવાબમાં દેખાતું નથી ! ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલાં આ CCTV ફૂટેજ પ્રસારિત કર્યાં હતા. આ CCTV ફૂટેજમાં જણાય છે કે અકસ્માત સર્જી કારચાલક પાછળની સીટમાં બેસી જાય છે. જ્યારે પાછળ બેસેલો પ્રવિણસિંહ આગળની સીટમાં બેસી જાય છે. પ્રવિણસિંહ પછી પાછો ઊતરી અને પોતાની ગાડી ચેક કરે છે. ત્યારબાદ પ્રવિણસિંહ જાડેજા ઇજાગ્રસ્ત પાસે જાય છે અને એક સફેદ ટીશર્ટ પહેરેલી વ્યક્તિ ગાડી પાસે દોડે છે અને પાણીની બોટલ લઈને બીજી વ્યક્તિને આપે છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાને બદલે તેઓ હોટેલમાં જાય છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકના મિત્રો ગાડી લઈને આવે છે. ઇજાગ્રસ્ત યુવકના મિત્રોને આવતા જોઈ કારચાલક ગાડીમાં સંતાઈ જાય છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને તેના મિત્રો હોસ્પિટલ લઈ જાય છે. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા બાદ કારચાલક ગાડીમાંથી ઉતરે છે.

સવાલ એ થાય છે કે જો ગુજરાત ફર્સ્ટ CCTV નો (Gujarat First News) અભ્યાસ કરી શકે તો પોલીસ કેમ નહીં? આ કેસમાં ફરિયાદી દ્વારા અકસ્માતમાં ભીનું સંકેલવાનો પોલીસ પર આરોપ કરાયો છે. CCTV અને નિવેદનોમાં વિરોધાભાસથી પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે.

> અકસ્માતના આટલા દિવસો છતાં હજું નિવેદન કે નોટિસ કેમ નહીં?
> જો કોઈ ગેરરીતિ થઈ જ નથી તો તપાસ અધિકારી કેમ બદલ્યાં?
> શું કારમાં મોટા માથાનો પુત્ર હતો એટલે દબાણમાં છે પોલીસ?
>  ન્યારી ડેમ રોડ અકસ્માત કેસમાં અનેક રહસ્યો છે અનુત્તર!

આ પણ વાંચો - સાધ્વી સાથે સાધુ સાગરચંદ્ર સાગરના બીભત્સ ફોટા વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ

Tags :
Advertisement

.

×