અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોને પારાવાર નુકસાનનો સામનો કરવો પડ્યો છે.. તેવામાં પાણી ઓસર્યા બાદ મંત્રી અને ધારાસભ્ય સામે દાંડિયા બજાર વિસ્તારમાં આવતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો તે દરમિયાન એક યુવકે ધારાસભ્ય અને પોલીસ કાફલાની સામે જ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી માટે અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ..જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મોડે મોડે પણ ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી લીધી છે
ચાર દિવસ અગાઉ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ લોકોના આક્રોશનો ભોગ ધારાસભ્ય બન્યા હતા અને તે વેળા પોલીસ અને મીડિયાની હાજરીમાં એક યુવક પીએમ અને સીએમને અશ્લીલ શબ્દો બોલ્યો હતો.. જેનો વીડિયો વાયરલ થયો હતો.. આ મામલે રહી-રહીને પોલીસ જાગી છે.. મોડે-મોડે પણ હાજર પોલીસકર્મી હેડ કોન્સ્ટેબલ ભાનુપ્રસાદ રામજીભાઈએ 23/9/2023ના રોજ ફરિયાદ નોંધાવી છે
ફરીયાદમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તારીખ 20/9/2023ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં દાંડિયા બજાર વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા હતા અને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મંત્રી કુંવરજી હળપતિ આવ્યા હતા અને તે દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પણ આવ્યા હતા તે દરમિયાન કેટલીક મહિલા અને સ્થાનિકોએ ધારાસભ્યનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ કર્યો હતો જેમાં સ્થાનિક યુવક સાગર રાજુભાઈ સગર નામના વ્યક્તિએ અચાનક ઉશ્કેરાઈ જઈ ધારાસભ્યની સામે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સામે બેફામ અપશબ્દો કહ્યા હતા..
હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે, અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.