Download Apps
Home » નજીવી બાબતે વિદ્યાર્થીનીને જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીનીને લાગી આવતા તબિયત લથડી, આરોપી સામે ગુનો દાખલ

નજીવી બાબતે વિદ્યાર્થીનીને જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીનીને લાગી આવતા તબિયત લથડી, આરોપી સામે ગુનો દાખલ

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

ભરૂચ જિલ્લાના દહેજ પંથકના જોલવા ગામે સ્કૂલ બસમાં ૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા એક વિદ્યાર્થીનીના પિતાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીને તેની જાતિ વિશે અપશબ્દ બોલતા તેની તબિયત લથડતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે જાતિ વિશે અપશબ્દો બોલનાર વિદ્યાર્થીનીના પિતા સામે વીડિયોના પૂરાવાના આધારે ગુનો દાખલ કર્યો છે

 

જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલવાનો વીડિયો સામે આવ્યો 

ભરૂચ દહેજ પોલીસ મથકમાં વિદ્યાર્થીની માતા સુમિત્રાબેન રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે ધોરણ 12 માં અભ્યાસ કરતી તેમની વિદ્યાર્થીની દીકરી બસમાં શાળાએ અભ્યાસ અર્થે ગય હતી અને બસમાં બેસવા બાબતે અન્ય વિદ્યાર્થીની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જે અંગે વિદ્યાર્થીનીના પિતા વિજયભાઈ અજીતભાઈ બારડે ફરિયાદીની દીકરીને તેની જાતિ વિશે અપશબ્દ બોલી તેણીને અપમાનિત કરતા તેણીને લાગી આવતા તેની તબિયત લથડી ગઈ હતી દીકરીને જાતિ વિશે અપમાનિત કરનારને બસ સ્ટેન્ડ નજીક ટોકવા જતા તેણે બસ સ્ટેન્ડ ઉપર જ વિદ્યાર્થીનીના પરિવારજનોને પણ જાતિ વિશે અપશબ્દો કહ્યા હતા , જેનો વિડિયો સામે આવ્યો છે અને વિદ્યાર્થીનીની તબિયત લથડી જતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પોલીસે પણ જાતિ વિશે અપમાનિત કરનારનો વિડીયો વાયરલ થતાં તેની સામે વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવા અને જાતિ વિશે અપમાનિત કરી ગાળ બોલવાનો ગુનો દાખલ કરી આરોપી વિજય અજીત બારડની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જોલવા ગામે બસમાં બેસવા બાબતે એક વિદ્યાર્થીનીના પિતાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીને અપમાનિત કરતા તેને લાગી આવતા તેની તબિયત લથડી ગઈ હતી અને તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જેના પગલે સારવાર લઈ રહેલી વિદ્યાર્થીનીની માસીએ તેની ભાણીને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આરોપી વિજય બારડની રહેશે તેમ મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો છે

પોલીસ વિજય બારડની વહેલી તકે ધરપકડ કરે તેવી અનુસૂચિત સમાજની માંગણી..

જોલવા ગામે વિદ્યાર્થીની ને જાતિ વિશે અપમાનિત કરતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સમગ્ર અનુસુચિત જાતિના લોકોની લાગણી દુર્ભાઈ છે જેના પગલે આરોપી વિજય બારડ ની વહેલી તકે ધરપકાર કરવાની માંગ સાથે આવનાર સમયમાં આંદોલનનું રણસિંગું ફૂંકાય તેવા અણસારો પણ આપી દીધા છે

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?