માંડલ તાલુકાના સીતાપુર-જાલીસણાની સીમમાં આવેલ નર્સરી ની પાછળના ભાગમાં એક પાર્ટીએ જમીન વેચાણ રાખેલ હતી , આ જમીનની દેખભાળ અને આ જમીનમાં સામુજી લેંબાજી ઠાકોર રહેવાસી સીતાપુર નાઓ વાવેતર કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ જ ખેતરની બાજુમાં આરોપી સુરેશજી ધરમશી ઠાકોર અને ધરમશી ભલાજી ઠાકોર જેઓ પિતા પુત્ર જાલીસણા ના હોય જેઓનું ખેતર પણ આજુબાજુમાં આવેલું હોય અહીં તેઓ તેમના ઢોરા સાથે અવારનવાર ખેતર આવતા હોય જે ઢોરા શામુજી વાવતા હતા તે ખેતરમાં અવારનવાર ચરતા હોય અને પાકને નુકસાન કરતા હોઇ આ બાબતે શામુજી સામેવાળાઓને ઢોરા ખેતરમાં નહીં લાવવા -માટે વાત કરતા એકબીજા ઉગ્ર બોલાચાલી કરતા ઝઘડો વધી જતા સામેવાળા સુરેશજી ધરમજી ઠાકોર અને તેમના પિતાશ્રી ધરમશી ભલાજી ઠાકોર જેઓએ સામુજી ઉપર હીચકારો હુમલો કરી પાવડા જેવું તિક્ષ્ણ ઓજાર દ્વારા સામુજીના માથાના ભાગે મારતા સામુજી ઠાકોર ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલા અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં હાંસલપુર પોલીસ બનાવ વાળી જગ્યાએ પહોંચી જઈ પરિસ્થિતિ ને થાળે પાડી હતી. ત્યારબાદ મૃતકને ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા. આ બનાવ કાલે બપોરના 12:00 થી 1:00 ના વચ્ચે બનવા પામેલ હોય તેવું પોલીસ દ્વારા જાણવા મળેલ છે. હાંસલપુર પોલીસ દ્વારા બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અમિત વસાવા ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી, અને પી.આઈ.પરમારને કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.પરમાર હાંસલપુર કરી રહ્યા છે.
Home » પોતાની જમીનમાં ઢોર ચરવા આવતા હોવા બાબતે ફરીયાદ કરતા પાવડાથી હુમલો, એકનું મોત
પોતાની જમીનમાં ઢોર ચરવા આવતા હોવા બાબતે ફરીયાદ કરતા પાવડાથી હુમલો, એકનું મોત
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.
193
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.