Download Apps
Home » Bigg Boss 17: મુનાવર ફારુકી બન્યો વિજેતા, ટ્રોફી અને પ્રાઈઝ મની સાથે જીતી આ શાનદાર કાર

Bigg Boss 17: મુનાવર ફારુકી બન્યો વિજેતા, ટ્રોફી અને પ્રાઈઝ મની સાથે જીતી આ શાનદાર કાર

Bigg Boss 17 : જે સમયની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આખરે આવી ગઇ. બિગ બોસ સીઝન 17 ના સૌથી સ્માર્ટ ગણાતા મુનાવર ફારુકીએ આખરે ટ્રોફી પોતાના નામે કરી જ લીધી. જીહા, મુનાવરે આ સીઝનમાં બધાને પાછળ છોડીને 17મી સિઝનની વિનર ટ્રોફી જીતી છે. સલમાન ખાને મુનાવર ફારુકીને વિજેતા જાહેર કર્યા અને તેમને ગ્રાન્ડ વિનર ટ્રોફી આપી. બીજી તરફ અભિષેક કુમારનું વિજેતા બનવાનું સપનું ચકનાચૂર થયું છે અને તે ફર્સ્ટ રનર અપ બન્યો છે.

મુનાવર ફારૂકીએ ‘Bigg Boss 17’ની ટ્રોફી જીતી

બિગ બોસ સીઝન 17 (Bigg Boss 17)ના ટોપ-2માં મુનાવરની સાથે અભિષેક કુમાર (Abhishek Kumar) હતો. આ બંને સિવાય અંકિતા લોખંડે (Ankita Lokhande), મનારા ચોપરા (Mannara Chopra) અને અરુણ માશેટ્ટી (Arun Mashetty) ફિનાલેમાં પહોંચ્યા હતા. આ શો પહેલા પણ ઘણા પોલ્સ સંકેત આપી રહ્યા હતા કે મુનાવર શોનો વિજેતા બનશે. સોશિયલ મીડિયા (Social Media) પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે અને તે પહેલા અઠવાડિયાથી જ લોકપ્રિયતાની યાદીમાં ટોચ પર હતો. જણાવી દઇએ કે, Bigg Boss ની 17મી સીઝન ઘણી મસાલેદાર રહી હતી. શોમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાથી લઈને લોકોની અંગત જિંદગી સુધીના અનેક ખુલાસા થયા છે.

શોમાં વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે ઝઘડો થયો હતો, તો બીજી તરફ આયેશા ખાને મુનાવર ફારૂકી (Munawar Faruqui) પર ઘણા આરોપો લગાવ્યા હતા. વાત અહીં જ ન અટકી, શોમાં સમર્થની એન્ટ્રી પણ અભિષેક કુમાર (Abhishek Kumar) અને ઈશા માલવિયા (Isha Malaviya) વચ્ચે મોટો વિવાદ બની ગઈ. થોડી જ વારમાં શોનો ફિનાલે આવી ગયો અને શોને તેનો વિનર પણ મળી ગયો. સખત સ્પર્ધા અને અનેક પડકારો વચ્ચે મુનાવર ફારૂકીએ ‘બિગ બોસ 17’ (Bigg Boss 17) ની ટ્રોફી જીતી લીધી છે. મુનાવરને એક શાનદાર ટ્રોફીની સાથે 50 લાખ રૂપિયાની ઈનામી રકમ અને એક ચમકતી હ્યુન્ડાઈ કાર (Hyundai Car) પણ આપવામાં આવી છે.

બિગ બોસમાં કેવી રહી સફર ?

ટ્રોફી ઉપરાંત મુનાવરે 50 લાખ રૂપિયા અને હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta) કાર ઇનામ તરીકે જીતી હતી. મુનાવરની રમત શરૂઆતથી જ જબરદસ્ત હતી. તેણે તેની કવિતા અને વન લાઇનર્સ વડે સમગ્ર સીઝનમાં પ્રભુત્વ જમાવ્યું હતું. તેની રમત ચોક્કસપણે મધ્યમાં થોડી નબળી પડી હતી પરંતુ જ્યારે સલમાન ખાને (Salman Khan) તેની તરફ ધ્યાન દોર્યું ત્યારે તેણે તેની રમતમાં સુધારો કર્યો. ત્યારબાદ આયેશા ખાન (Ayesha Khan) ની એન્ટ્રીએ મુનાવરના જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી. તેણે તેની લવ લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા. જે બાદ બધાને આશ્ચર્ય થયું હતું.

મુનાવરની ખાસ વાતો

મુનાવરનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. તે વ્યવસાયે સ્ટેન્ડ અપ કોમેડિયન (Stand up comedian) છે. તે 14 વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થયું. શરૂઆતમાં પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને તેણે ઘણી નાની-મોટી નોકરીઓ કરી. તે વાસણની દુકાનમાં પણ કામ કરતો હતો. વર્ષ 2020 માં તેના પિતાનું અવસાન થયું. મુનાવરે 2017 માં લગ્ન કર્યા અને થોડા સમય પછી અલગ થઈ ગયો. તેમને એક પુત્ર પણ છે. બિગ બોસ પહેલા કોમેડિયને એકતા કપૂરના રિયાલિટી શો ‘લોકઅપ’માં ભાગ લીધો હતો. આ શો કંગના રનૌતે હોસ્ટ કર્યો હતો. તે આ શોનો વિજેતા બન્યો હતો. આ બધાની સાથે મુનાવર એક રેપર પણ છે. તે ગીતો લખે છે. તેના ઘણા મ્યુઝિક વીડિયો રિલીઝ થયા છે.

આ સ્પર્ધકોએ શોમાં ભાગ લીધો હતો

‘બિગ બોસ’ની 17મી સીઝન ઉતાર-ચઢાવથી ભરેલી હતી. આ સીઝનમાં, પ્રથમ દિવસથી 17 સ્પર્ધકો ઘરનો ભાગ બન્યા, જેમાંથી ફક્ત મુનાવર ફારૂકી, અંકિતા લોખંડે, અરુણા મશેટ્ટી, મન્નારા ચોપરા અને અભિષેક કુમાર ટોપ 5માં સ્થાન મેળવી શક્યા. આ સિવાય ઘરમાં આવનારા સભ્યોમાં તહેલકા પ્રૅન્ક, રિકુ ધવન, ઈશા માલવિયા, નીલ ભટ્ટ, વિકી જૈન, ઐશ્વર્યા શર્મા, સના ખાન, અનુરાગ ડોવલ, ખાનઝાદી, જિગ્ના વોરા, સોનિયા બંસલ અને નવીદ સોલેનો સમાવેશ થાય છે. આ સિવાય ચાર વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકોએ પણ ઘરમાં પ્રવેશ કર્યો, જેમાં સમર્થ જુરેલ, આયેશા ખાન, ઓરા અને મનસ્વી મમગાઈનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – FILMFARE 2024 : ટેકનિકલ કેટેગરીમાં સામ બહાદુર અને જવાનનો જલવો, જાણો અન્ય વિજેતાનું લિસ્ટ

આ પણ વાંચો – Filmfare Award 2024: Filmfare Award ના બીજા દિવસે ગાંધીનગર સ્ટાર કલાકારોથી થયું રોશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?