તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન દરમિયાન સેટ પર સલમાનનું ઓનસ્ક્રીન ભાઈઓ સાથે બોન્ડિંગ કેવું હતું તે રહસ્યને ફિલ્મના જ એક સ્ટારે રિવિલ કરી દીધું છે. જણાવી દઇએ કે, આ ફિલ્મમાં સલમાન ખાને રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલના ભાઈની ભૂમિકા ભજવી છે. ચાહકો તેમના ઓનસ્ક્રીન બ્રોમાન્સને પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં ચારેય વચ્ચે ખૂબ જ ઊંડું બોન્ડિંગ જોવા મળ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે સેટ પર સલમાન સાથે ત્રણેય કલાકારોના સંબંધો કેવા હતા? રાઘવ જુયાલે આ મામલે ખોલી નાખ્યું રહસ્ય.
વાસ્તવમાં, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે સલમાન સેટ પર તેના ઓનસ્ક્રીન ભાઈઓ સાથે કેવી રીતે રહેતો હતો. રાઘવે શેર કરેલી તસવીરોમાં ચારેય સેટ પર મસ્તી કરતા જોવા મળે છે. આ પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ભાઈ સાથે જીવનની મજા આવે છે. અમારા જીવનમાં આનંદ અને ખુશીઓ લાવવા માટે ભાઈ તમારો આભાર. લવ યુ ભાઈ. તમને જણાવી દઈએ કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમાં પૂજા હેગડે, શહનાઝ ગિલ, પલક તિવારી, વેંકટેશ અને ભૂમિકા ચાવલા પણ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram
આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. 13.5 કરોડની કમાણી સાથે ડેબ્યૂ કરનાર આ ફિલ્મે અત્યાર સુધીમાં 90.15 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એવું માનવામાં આવે છે કે આવતા શનિવાર અથવા રવિવાર સુધીમાં તે 100 કરોડની ક્લબમાં પહોંચી જશે.
આ સાથે આ ક્લબમાં સામેલ થનારી સલમાનની 16મી ફિલ્મ હશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ બાદ સલમાન ટૂંક સમયમાં ટાઇગર 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર શાનદાર એક્શન કરતો જોવા મળશે. તેની સાથે કેટરીના કૈફ પણ છે. મનીષ શર્માના નિર્દેશનમાં આ ફિલ્મને દિવાળીની આસપાસ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો – 68 માં ફિલ્મફેર એવોર્ડના નોમિનેશનમાં આલિયા ભટ્ટની એન્ટ્રી, કાશ્મીર ફાઇલ્સનો દબદબો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – રવિ પટેલ