Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

High Profile Suicide Case : Mehsana Police FIR નોંધવા ફરિયાદી કિરીટ પટેલ પાસે 2-3 લાખ રૂપિયા માગતી હતી

મહેસાણાના હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસ (High Profile Suicide Case) ની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. Mehsana Urban Bank ના ડિરેક્ટર કિરીટ પટેલના ચકચારી આપઘાતને લઈને ઠગ ટોળકી સામે નોંધાયેલી ફરિયાદ બાદ મામલો હવે પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિવાદના વમળમાં અટવાયો...
high profile suicide case   mehsana police fir નોંધવા ફરિયાદી કિરીટ પટેલ પાસે 2 3 લાખ રૂપિયા માગતી હતી
Advertisement

મહેસાણાના હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસ (High Profile Suicide Case) ની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. Mehsana Urban Bank ના ડિરેક્ટર કિરીટ પટેલના ચકચારી આપઘાતને લઈને ઠગ ટોળકી સામે નોંધાયેલી ફરિયાદ બાદ મામલો હવે પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિવાદના વમળમાં અટવાયો છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ઠગ ટોળકીની સાથે સાથે મહેસાણા DSP અચલ ત્યાગી અને મોઢેરા PSI એસ.જે.રાઠોડ પણ આ કેસમાં એટલાં જ જવાબદાર છે. સ્યૂસાઈડ નોટમાં IPS અને PSI ના નામ હોવા છતાં પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.આરોપીઓ ભૂર્ગભમાં ઉતરી ગયા

Gujarat વિધાનસભા-2022માં BJP માંથી MLA ની ટિકિટ અપાવવાની લાલચ આપી 2.40 કરોડની ઠગાઈ કરનારા 5 શખ્સો સામે બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ની તપાસ જિલ્લા બહાર આપી દેવાઈ છે. નિલેશ ત્રિવેદી (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક વિનોદકુમાર શુકલા, અભિષેકની પત્ની કૃપા અને અમી જોશી (ત્રણેય રહે. અમદાવાદ) સામેના કેસની તપાસ સાબરકાંઠા હેડ કવાટર્સ ડીવાયએસપી પાયલ સોમેશ્વરે (Dysp Payal Someshvar) કરી રહ્યાં છે. સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાતા ઠગ ટોળકીના સભ્યો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. બીજી તરફ પોલીસ આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પરિવાર ન્યાય માટે હાઈકોર્ટના દ્ધારે

Advertisement

કિરીટ પટેલ સાથે થયેલી છેતરપિંડીના મામલામાં અનેક વખત Modhera PSI S J Rathod અને Mehsana SP Achal Tyagi ને લેખિત ફરિયાદ આપવા છતાં ગુનો નોંધાયો ન હતો. પોલીસ ઠગાઈની FIR નોંધવાના બદલે કિરીટ પટેલને પરેશાન કરતી હતી. મૃતકના ભાઈ અને ફરિયાદી દિનેશભાઈએ જણાવ્યું છે કે, પોલીસ કિરીટભાઈની ફરિયાદના મામલામાં આરોપીઓને પકડવા માટે 2-3 લાખ રૂપિયા માગતી હતી. ફરિયાદ નોંધવાના બદલે ભોગ બનનારને પરેશાન કરી તેમની પાસેથી રૂપિયા પડાવવાનો પોલીસ પ્રયાસ કરતી હતી. SP અચલ ત્યાગી અને PSI રાઠોડ કિરીટભાઈ સાથે ચલકચલાણું રમતા હોવાનો પણ સ્યૂસાઈડ નોટમાં સ્પષ્ટ આરોપ છે. ઠગ ટોળકી અને મહેસાણા પોલીસ (Mehsana Police) થી ત્રસ્ત કિરીટ પટેલે આ કારણોસર જ જીવન ટૂંકાવી (Kirit Patel Suicide Case) લીધું. સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં મૃતકે મહેસાણા SP અચલ ત્યાગી અને મોઢેરા પોલીસ સ્ટેશન (Modhera Police Station) ના PSI રાઠોડ સામે સીધા આરોપ લગાવ્ચા છે. મહેસાણા SP અને મોઢેરા PSI સામે ફરિયાદ નોંધવાની રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ મામલે IPS અને PSI સામે કાર્યવાહી થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં ધા નાંખવાની તૈયારી કરી લીધી છે.

આ પણ  વાંચો - મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટરના આપઘાત કેસમાં IPS અને PSI સામે થયેલા આરોપની તપાસ શરૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×