Download Apps
Home » આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન કરાયું

આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન કરાયું

આર્મી દિવસની ઉજવણી : ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 18 જવાનોએ કેપ્ટન વીરેશ એસજી અને કેપ્ટન રાયઝાદા શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું.

અભિયાન અંતર્ગત 18 જવાનોએ ભાગ લીધો

617 સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવીન્દ્ર સિંહ ચીમાના અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું.આ અભિયાન અંતર્ગત 18 જવાનોએ ભાગ લીધો છે.કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ ધોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવશે. આર્મીના 18 જવાનોએ 9 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 450 કિલ્લો મીટરનું અંતર કાપી કચ્છના રણની ભૌગોલીક પરિસ્થતિથી વાકેફ થશે.ધોરડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપીડીશન ભાગ લીધેલ તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

આર્મીના જવાનોના સાહસભર્યા અભિયાન અંતર્ગત જવાનો ધર્મશાળા , વિધાકોટ, ધોરડો , તેમજ શક્તિબેટ જેવા સ્થળની મુલાકાત લેશે. સાથે જ લોકોને આર્મીની કામગીરી વાકેફ થાય અને લોકોમા આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવા આશય સાથે 76 માં આર્મી દિવસ અંતર્ગત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લેન્ડ યોટિંગ 7 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે

આ લેન્ડ યોટિંગ 7 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન યોટ રણની બંજર જમીન પર ચાલશે. જેમાં ધર્મશાળા, શક્તિબેટ તેમજ ધોરડો સહિતની મુલાકાત લેવામાં આવશે. તેની સાથે સાથે પર્યવરણને લઈ જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. આ સિવાય યુવા પેઢીને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ સાહસમાં કુલ 450 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2010 થી કચ્છના જનરલ વિસ્તારના રણમાં વાર્ષિક ધોરણે 617 (સ્વતંત્ર) એર ડિફેન્સ બ્રિગેડના નેજા હેઠળ એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા લેન્ડ યાચિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લું અભિયાન 5થી 15 જાન્યુઆરી 2020ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ 2021, 2022 અને 2023 માં અભિયાનો COVID-19 રોગચાળાને કારણે હાથ ધરવામાં આવ્યાં ન હતા.

આ વર્ષે 46 એર ડિફેન્સ રેજિમેન્ટ વર્ષ 2023-24 માટે કચ્છના જનરલ એરિયા રણમાં 76મા ભારતીય સેના દિવસ નિમિત્તે 7 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2024 દરમિયાન લેન્ડ યાચિંગ એક્સપિડિશનનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ભારતીય સેનાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

18 જવાનોની ટીમે આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ ભુજ સ્થિત લેન્ડ યાચિંગ નોડ ખાતે તાલીમ લીધી છે. જેમાં સર્વાઇવલ ડ્રીલનો સમાવેશ થાય છે. આ અભિયાનનો ઉદ્દેશ સૈનિકોમાં કચ્છ પ્રદેશના અનોખા ભૂપ્રદેશ અને જૈવ-વિવિધતા વિશે પર્યાવરણીય જાગૃતિ કેળવવાનો તેમજ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સેના વિશે જાગૃતિ લાવવાનો છે.

આ અંગે બ્રિગેડિયર રવીન્દ્રસિંહ ચિમાએ જણાવ્યું હતું કે આ સફર એડવેન્ચર ભરેલી હોય છે એશિયામાં અહીં જ એક સ્થળ છે કે જ્યાં આ સફર થઈ શકે છે જેમાં દેશભરમાંથી જવાનોએ ભાગ લીધો તેને અભિનંદન પાઠવ્યા છે. તો વિવિધ પડકારોનો સામનો કરીને જવાનો 450 કિલોમીટરનો અંતર કાપીને આ લેન્ડ યાચિંગ એક્સપિડિશન પૂર્ણ કરશે.જેમાં તમામ સેફ્ટીનું ધ્યાન પણ લેવામાં આવશે અને આર્મી દ્વારા આવા સાહસિક અભિયાન મારફતે લોકોમા આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

અહેવાલ – કૌશિક છાંયા
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો