રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં સંડોવાયેલા વધુ 6 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીઓને જેલ મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ડમીકાંડમાં 14 પૈકી 4 આરોપીઓ હાલમાં રિમાન્ડ પર છે. વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયા જેલ ભેગા કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે.
આ પણ વાંચો : તોડકાંડમાં યુવરાજસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાશે, AAP પાર્ટી આવેદનપત્ર આપશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ