અમદાવાદના બોપલ વિસ્તારમાં જમીન દલાલની ઓફિસમાં 7 રાઉન્ડ ફાયરિંગ થતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ જ્યારે ફાયરિંગની તપાસ કરવા પહોંચી તો દારુની મહેફિલનો મામલો પણ સામે આવ્યો હતો. બોપલ પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી હથિયાર જપ્ત કર્યું છે.
દારુની મહેફિલ માણતા 6 પકડાયા
બોપલ પોલીસ સ્ટેશનથી 50 ડગલાં દૂર આવેલા સેલિબ્રેશન સીટી સેન્ટર ના પાંચમા માળે ફાયરિંગ થયું હોવા અંગે પોલીસને માહિતી મળતા બોપલ પોલીસે સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી 6 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી સ્ટાર્ટ રિવોલ્વર અને us બનાવટની પિસ્તોલ કબ્જે કરી છે. સાથે જ ઓફિસમાં દારૂ ની મહેફિલ ચાલતી હોવાથી 23 નંગ બિયર અને એક દારૂની બોટલ કબ્જે કરવામાં આવી છે. પોલીસે દારુની મહેફિલ માણી રહેલા 6 આરોપીમાં મહાવિરસિંહ ભાવસંગ જાડેજા, ફતુભા બળવંત સિંહ જાડેજા, રુતુરાજસિંહ ભૂપેન્દ્ર સિંહ જાડેજા, સુરજ મણીલાલ ભરવાડ, કેદાર ગોવિંદ પટવા, અને મહેન્દ્ર બાબુભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી અને મહેફિલ અને આર્મસ એક્ટની કલમો હેઠળનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
દારૂના નશામાં આવી ને મહાવીરસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યું
બોપલ સોબો ચાર રસ્તા પાસે આવેલી સેલિબ્રેશન સીટી સેન્ટર ના 5 માળે આરોપી ઋતુરાજ જાડેજાએ જમીન દલાલી માટે ઓફિસ ભાડે રાખી હતી. જ્યાં આરોપીઓ દારૂની મહેફિલ માણવા માટે ભેગા થયા હતા અને દારૂના નશામાં આવી ને મહાવીરસિંહ જાડેજાએ સ્ટાર્ટ થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે પોલીસ આવી જતા ઋતુરાજ અને કેદાર ધાબુ કૂદીને નાસવા જતા બન્ને ને પગના ભાગે ઇજાઓ પહોંચી છે. સાથે જ ફાયરિંગ કરનાર મહાવીરની પૂછપરછ કરતા US મેડ પીસ્ટલ કચ્છ ના ધમ ભાઈ પાસેથી ખરીદી હોવાનું બહાર આવ્યું પરંતુ તે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત હથિયારનું લાયસન્સ ન હોવાનું પણ સામે આવતા પોલીસે હથિયારનો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે નહી તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે..
પોલીસે તપાસ શરૂ કરી
દારૂની મહેફિલમાં કબ્જે કરવામાં આવેલો દારૂ કોની પરમીટથી અને ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સાથે જ પરમીટનો દારૂ અન્ય લોકોને મહેફિલમાં પીવડાવવામાં આવેલો હોવાથી પરમીટનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાથી પરમીટ રદ કરવા અને પરમીટ ધારક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ કરી છે..તો બીજી તરફ દારૂની મહેફિલમાં ફાયરિંગ થવા પાછળનું કારણ જાણવા તમામ આરોપીના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરાશે..
આ પણ વાંચો—HIGH COURT: ગુજરાત હાઈકોર્ટે પિતાની અરજી ફગાવી પૂર્વ પત્ની વિરુદ્ધ