અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ
પેટમાં તીક્ષ્ણ હથિયાર હોય અને ખ્યાલ ન હોય તેવી ઘટના બની શકે ખરી? અંકલેશ્વરમાંથી આવી ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષ પહેલા મારામારીમાં હુમલાખોરોએ ચપ્પુ માર્યું હતું. અને પેટમાં તૂટી જતા હોસ્પિટલે ઉપર છલી સારવાર કરી ઇજાગ્રસ્તને રજા આપી હતી. પરંતુ ઇજાગ્રસ્તનું એક્સિડન્ટ થતા તેના પેટ અને છાતીના ભાગે ચપ્પુ તૂટેલું હોવાનો સોનોગ્રાફીમાં સામે આવતા ભાંડો ફૂટ્યો છે.
તબીબે સામાન્ય સારવાર કરી દવા આપી રવાના કર્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ગાર્ડન સિટીમાં ગરબા ગ્રાઉન્ડ સ્થિત ટોળામાં કેટલાક હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.જેમાં અતુલ વીરેન્દ્ર ગીરીને પેટના ભાગે ચાકુ વાગ્યું હતું.જેના કારણે તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જે જગ્યાએ ચપ્પુનો ઘા ઝીંકાયો હતો.ત્યાં સિવિલ હોસ્પિટલના જે તે વખતના તબીબે સામાન્ય સારવાર કરી દવા આપી રવાના કર્યો હતો.જે અંગેનો ગુનો દાખલ થતા સમગ્ર ઘટનામાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થતા કેસનો ચુકાદો પણ એપ્રિલ 2023માં આવ્યો હતો.
છાતીની પાંસળી પાસે તૂટેલું ચપ્પુ હોવાનો ભાંડો ફૂટ્યો
5 વર્ષ પહેલા ગાર્ડન સિટીમાં ઇજાગ્રસ્ત અતુલગીરીનો તાજેતરમાં ગંભીર પ્રકારનો અકસ્માત થયો હતો.જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને માથામાં 25 થી વધુ સ્ટીચ લેવાયા હતા.અને તે દરમિયાન તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને છાતીનો સોનોગ્રાફી કરાવતા પેટથી ઉપર છાતીની પાંસળી પાસે તૂટેલું ચપ્પુ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.આ ચાકુ શરીરમાં ક્યાંથી આવ્યું તે અંગે અતુલ ગીરીએ કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ટોળામાં મારામારીમાં ઇજાગ્રસ્ત બન્યો હતો.અને પેટના ભાગે ચાકુ વાગ્યું હતું અને તે દરમિયાન ચપ્પુ અંદર રહી ગયું હોય અને સિવિલ હોસ્પિટલના તબીબો ની બેદરકારીના કારણે શરીરમાં ચપ્પુ હોવાનું ફલિત થયું હતું.માથામાં ગંભીર પ્રકારનું અકસ્માતનો ઓપરેશન થયું હોય જેને લઇને તાત્કાલિક ઓપરેશન કરવું મુસીબત હતું.જેના કારણે અકસ્માતમાં થયેલી ઇજાઓ રૂજાયા બાદ તાજેતરમાં છાતી અને પેટમાં રહેલું ચપ્પુ ઓપરેશન થકી કઢાવવા માટે સોમવારે સુરતની કિરણ મલ્ટીસ્પેશાલિસ્ટ હોસ્પિટલમાં અતુલગીરીનું ઓપરેશન થનાર છે.
સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારી
ઇજાગ્રસ્તને મારામારીમાં ચપ્પુ વાગ્યું હતું.અને જે જગ્યાએ ચાકુ વાગ્યું હતું.ત્યાં સિવિલ હોસ્પિટલના તબીબે સામાન્ય સારવાર કરી દર્દીને રજા આપી હતી.પરંતુ તેના શરીરમાં ચાકુ રહી ગયું છે કે કેમ તેની કોઈ તકેદારી રાખી ન હતી.અને પાંચ વર્ષે તેનું અકસ્માત થતાં તેને દુઃખાવો ઉપડતા પેટ અને છાતીનો સોનોગ્રાફી કરાવતા તેમાં ચપ્પુ હોવાનું સામે આવતા પાંચ વર્ષ પહેલાની સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારીનો ભાંડો ફૂટી ગયો છે.
આ પણ વાંચો – Botad: રહેણાંકી મકાનમાં ચાલતું કુટણખાણું ઝડપાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.