Download Apps
Home » મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭ મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭ મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન

રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,જાન્યુઆરીમાં ગુજરાત ની ૧૦ મી વાઇબ્રન્ટ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા.૭ મી ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રી એ ઉમેર્યું કે,તા.૬ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રિય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની વિશેષ ઉપસ્થિતમાં આ રાઉન્ડ ટેબલ મીટીંગ યોજાશે. આ સ્ટાર્ટઅપ કોન્કલેવ માં સમગ્ર દેશમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ઉપસ્થિત રહેવાના છે.

તેમણે ઉમેર્યું કે, આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટ અપ કોન્કલેવમા સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

તદુપરાંત આ કોન્કલેવમા ઇનોવેશન અને રિસર્ચ, માર્કેટ એક્સેસ, ભંડોળ અને નાણાકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપ ના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

મંત્રી શ્રી પટેલે કહ્યું કે,”સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩” એ સ્ટાર્ટઅપ, ઇન્વેસ્ટર્સ,અને એન્જલ નેટવર્ક્સને વિચારો અને તકોના આદાન પ્રદાન માટે એકસાથે લાવવા માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે.આ ઇવેન્ટમાં વિવિધ સેશન્સ,માસ્ટર ક્લાસીસ અને નેટવર્કિંગ ની તકોનું આયોજન થનાર છે.જે વિવિધ રાજ્યોમાં સહયોગ,રચના ત્મકતા અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં સહહયરુપ બની રહેશે.”

તેમણે ઉમેર્યું કે,ભારત સરકારે ૧૬ મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ખાનગી ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. ૨૦૧૬ માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી ત્યારથી Department for Promotion of Industry and Internal Trade (DPIIT) એ આશરે ૯૯,૦૦૦ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સિદ્ધિઓએ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપ્યો છે.

ભારતને ત્રીજા સ્થાનની વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ બનાવેલ છે

કોન્ક્લેવનો આ સેગમેન્ટ ભારતના સ્ટાર્ટઅપ્સની અદભુત સફળતાઓની ગાથાની ઉજવણી કરશે. DPIIT અને સ્ટાર્ટઅપ-ઇન્ડિયા ઇનોવેશનની સફળતાઓની ગાથા પ્રદર્શિત કરશે. ભારતમાં આજ દિન સુધી લગભગ ૧૦૮ યુનિકોર્ન થયેલ છે જેનું મૂલ્યાંકન આશરે $૩૪૦.૮૦ બિલિયન છે.
યુનિકોર્નની કુલ સંખ્યામાંથી ૨૦૨૧માં ૪૪ યુનિકોર્ન થયેલ છે જેનું મૂલ્યાંકન આશરે $૯૩.૦૦ બિલિયન છે, અને ૨૦૨૨માં ૨૧ યુનિકોર્ન થયેલ છે જેનું મૂલ્યાંકન આશરે $૨૭.૦૦ બિલિયન છે.

મંત્રી શ્રી એ કહ્યું કે,૨૦૧૧ માં પ્રથમ યુનિકોર્ન મળેલ અને ૨૦૨૨ સુધી ભારતમાં ૧૦૦ યુનિકોર્નની સદી પૂરી થઈ છે.વિદેશી અને સ્થાનિક ઇન્વેસ્ટમેન્ટ ભારતીય સ્ટાર્ટઅપ્સના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલમાં, ભારતમાં આશરે ૩૦ યુનિકોર્ન કંપનીઓમાં જે વિશાળ ટર્નઓવર ધરાવતી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ છે, તેમાં સત્તાવાર માહિતી અનુસાર, ભારતની આ યુનિકોર્ન કંપનીઓમાંથી આશરે ૧૮ કંપનીઓમાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટસ છે.

કોન્ક્લેવનો આ સેગમેન્ટ ઇન્વેસ્ટર્સને સ્ટાર્ટઅપ અંગે માર્ગદર્શન પ્રદાન કરશે. અનુભવી ઇન્વેસ્ટર્સની પેનલ સ્ટાર્ટ અપ્સને જાણવા માટે તેમના અનુભવો, શ્રેષ્ઠ પ્રયાસો અને રહેલ જોખમ વિશે જણાવશે. અને આ સેશનમાં રોકાણ કેવી રીતે કરવું અને તેને લગતા સંસ્થાકીય માળખા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ગ્લોબલ એક્સિલરેટર સેશનમાં સ્ટાર્ટઅપના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ એક્સિલરેટર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને પ્રમુખ એક્સેલરેટર્સ હાજર રહીને તેમના સામર્થ્યોનો પરિચય આપશે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, ટેકનોલોજી ક્ષેત્રે થઇ રહેલ અભૂતપૂર્વ સંશોધનોનો સૌથી વધારે ઉપયોગ યુવાનો કરે છે ત્યારે રાજ્ય સરકારે પણ આગવા નવીન પ્રયાસો હાથ ધરીને યુવાનો ને પ્રોત્સાહન આપ્યા છે.”સ્ટાર્ટ-અપ” અને “હેકાથોન” થકી ગુજરાત આજે તમામ ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ માટે દેશ ભરમાં  શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતું રાજ્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ રાજ્યમાં સ્ટાર્ટ-અપની શરૂઆત કરી હતી. જેને સફળતાના પરિણામે ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૬ મા “સ્ટાર્ટ-અપ ઇન્ડિયા” ની શરૂઆત બાદ પ્રથમ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) વર્ષ ૨૦૧૭ માં કરવામાં આવી હતી. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આવતી કેટલીક અઘરી સમસ્યાઓના ઉકેલ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થઈ છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનનું ગ્રાંડ ફિનાલે ગાંધીનગર ખાતે સંપન્ન થયું છે. જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો-ઔદ્યોગિક ગૃહોને સ્પર્શતા ૨૩૧ જેટલા પ્રોબ્લમ સ્ટેટમેન્ટસનું સમાધાન આપવા ૧૦૦૦૦ થી વધુ વિધાર્થીઓની ૨૦૬૭ ટીમોએ ભાગ લીધો હતો. ૧૮૧ ટીમો દ્વારા ફાઈનલ રાઉન્ડમાં પ્રોબ્લમ સ્ટેટમેન્ટસનું નિરાકરણ સૂચવેલ તેમાંથી શ્રેષ્ઠ એવી ૩૬ ટીમો આ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ છે જેમને ૪૨ લાખના ઇનામો આપાવામાં આવનાર છે. વિજેતા થયેલ ટીમના વિદ્યાર્થીઓ સંબંધિત વિભાગ સાથે સંકલન કરી  ઉપયોગી સમાધાન પૂરું પાડશે.

તેમણે કહ્યું કે,રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન અને સમર્થન પુરુ પાડવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા સરકારની સંપુર્ણ માલિકીની સ્ટાર્ટ-અપ ડેડીકેટેડ સરકારી કંપની “ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ” (i-Hub) નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે સેક્શન ૮ કંપની ની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યના યુવાના ઇનોવેટીવ અને ઈન્ટેલેકચ્યુઅલ આઈડિયા સ્ટાર્ટ-અપ માં પરિણમે તે માટે આ વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવતું અત્યાધુનીક i-Hub ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આવતી કાલે લોકાર્પણ થનાર છે. અમદાવાદ ખાતે KCG પરિસરમાં રૂ ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ i-Hub ભવન એક સાથે ૫૦૦ જેટલા સ્ટાર્ટ-અપ ને ઇન્ક્યુબેટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

i-Hub દ્વારા સ્ટાર્ટ-અપ ને શરૂઆતના તબક્કામાં ગો-ટુ-માર્કેટ સ્ટેજ પર મદદ રૂપ થઇ થોટથી એન્ટરપ્રાઇઝ સુધીની તેમની સફરમાં ઇનોવેટર્સને પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાશે. સ્ટાર્ટઅપ માટે કાનૂની, નાણાકીય, તકનીકી, IPR અને પદ્ધતિસરનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવા માટે જરૂરી સ્કીલ/નોલેજ/ટૂલ્સ અને ઉપલબ્ધ કરવવામાં આવશે. ઇન્ક્યુબેશન,એક્સિલરેશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ લિન્કેજ કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે.

i-Hub ની મુખ્ય ઉપલબ્ધીઓની વિગતો આપતા મંત્રી શ્રી એ ઉમેર્યું કે,અહીં ૪ લાખ વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટ-અપ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો,૨૩૦૦ ઈનોવેટર્સને વિવિધ સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને સપોર્ટ, ૪૩૯ સ્ટાર્ટઅપ્ ને i-Hub દ્વારા ઇન્ક્યુબેશન સપોર્ટ,૩૫ વેન્ચર કેપિટલ સાથે જોડાણ,૧૧૪ મહિલા સ્ટાર્ટઅપ, ૩૫૦ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપમાં કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ WeHear સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનો પ્રથમ સ્માર્ટ હેડ-ફોન વિકસાવેલ છે. જેમાં કેમેરા સહિતના હેડ-ફોનથી બ્લાઈંડ વ્યક્તિ તેની સામે રાખેલું પુસ્તક વાંચી શકે કે ચિત્રને ઓળખી શકે તેવા સ્ટાર્ટ-અપ્સ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. ૭૨ ભાષાનું લખાણ આ હેડ-ફોનથી સાંભળી શકાય છે. આ સ્ટાર્ટ-અપ એ ૨૦ દેશોમાં ૩.૫૬ કરોડનાં આવા હેડ-ફોનનું વેચાણ કરેલ છે. અન્ય મહિલા સ્ટાર્ટ-અપ દ્વારા ટ્રકો માટે એપ થકી માલ-સામાનના આવા-ગમન માટે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે. નવીનતમ ટેકનોલોજી અને ડીપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી-વાડી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવી રહેલ છે. આવી અનેક સફળ ગાથાઓ આઈ-હબ ખાતે ગુજરાત રાજ્યની ધરતી પર સાકાર થઈ છે.

આ પણ વાંચો — ગુજરાત IT/ITeS નીતિ 2022-27 હેઠળ આગામી 5 વર્ષમાં રાજ્યની IT/ITeS નિકાસને ₹25,000 કરોડ સુધી વધારવાનો લક્ષ્યાંક

 

ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ