Download Apps
Home » અદાણીએ ‘જીતેંગે હમ’ ના નારા સાથે 2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે અભિયાન શરૂ કર્યું

અદાણીએ ‘જીતેંગે હમ’ ના નારા સાથે 2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે અભિયાન શરૂ કર્યું

અદાણી ડે પ્રસંગે અદાણી ગ્રૂપે ‘જીતેંગે હમ’ નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે 1983 ના વર્લ્ડ કપ ક્રિકેટના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ કર્યો છે. જેમાં તેઓએ આઇસીસીના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ કપ-2023 માટે ટીમ ઈન્ડિયાને અતિ અપેક્ષિત પ્રચંડ સમર્થન દર્શાવ્યું છે.

ભારતના ઐતિહાસિક વિજયની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક અડીખમ ભાવના પ્રજ્વલિત કરે છે. 1983 ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો અને જુસ્સાદાર ચાહકોના પ્રચંડ સમર્થનની લાગણીની બેશુમાર આશાઓ અને અંતરમનની શુભેચ્છાઓ સાથે અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરુઆત કરવામાં આવી છે. .ટ્વીટર અને ઇન્સ્ટગ્રામ ઉપર ’જીતેંગે હમ’ના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જૂસ્સાને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટ એ સહુને એકતાંતણે બાંધી રાખતી બંધનકર્તા શક્તિ છે જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથાઓરુપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનુ ઘડતર કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા જે આપણને 1983 માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા. જીતેંગે હમ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવાની આશા સાથે ભારતીય ક્રિકેટ ટીમને આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવવામાં અમારી અને ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાવવા શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં અદાણી ગ્રૂપ સાથે જોડાતા અમે સન્માનિત છીએ.એવી લાગણી વ્યકત કરતા કપિલદેવે કહ્યું હતું કે આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય ભાવનાનું પ્રતિક છે જેણે અમને 1983માં જીત તરફ પ્રેર્યા હતા. વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં તે અનિવાર્ય છે. એક સામૂહિક માનસિકતાને ઉત્તેજન આપવા માટે ટીમ કે જે પોતાનું સર્વાંગી શ્રેષ્ઠ આપવા માટે પૂરા દિલથી પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત કરે છે. સફળતાનું સાચું માપ ફક્ત પરિણામમાં જ નથી, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ માટેના અતૂટ સમર્પણમાં રહેલું છે.એમ કપિલદેવે કહ્યું હતું.

કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, હતું કે નિર્ધાર અને ટીમ ભાવના.સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઈતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ.

અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હ્દયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતા એ ઐતિહાસિક ટીમના સુકાની શ્રી કપિલ દેવે શ્રી ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

સેલિબ્રિટી એન્કર ગૌરવ કપૂરે ટીમ 83 અદાણી ડેની ઉદઘાટન આવૃત્તિની પ્રશંસા કરી 1983ના હીરો અને શ્રીમાન અદાણી સાથે ક્રિકેટ અને બિઝનેસના ક્ષેત્રો વચ્ચે એકીકૃત સમાનતાઓ દોરતા આ કાર્યક્રમ એક મનોરંજક ક્ષણનો સાક્ષી બન્યો હતો. આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.

“કર કે દિખાયા હૈ, કર કે દિખાયેંગે,” ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં સિદ્ધિની અદમ્ય ભાવનાનું પ્રતીક આ અભિયાન અદાણી જૂથના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે છે. “જીતેંગે હમ” અભિયાન વિજેતાઓએ અગાઉ જે વિજયનો સ્વાદ ચાખ્યો છે, તે ફરીથી અનિવાર્યપણે તેનો આનંદ માણશે એવી એક આંતરિક પ્રતીતિ કે જે લોકનજરમાં તેમના સંતોષ અને ગર્વથી સર્વોપરી છે.એવી માન્યતાને પ્રેરિત કરે છે.

અદાણી ગૃપ વિષેઃ
ભારતમાં અમદાવાદ ખાતે મુખ્ય મથક ધરાવતું, અદાણી ગ્રૂપ એ લોજિસ્ટિક્સ (બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ),સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ વગેરે ક્ષેત્રોમાં રસરુચિ સાથે વૈવિધ્યસભર વ્યવસાયોમાં સૌથી મોટો અને ઝડપથી આગેકૂચ કરતો પોર્ટફોલિયો ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર,કૃષિ ક્ષેત્રના આંતર માળખા (કોમોડિટી, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો,કોલ્ડ સ્ટોરેજ અને અનાજના આધુનિક ગોદામ), રિયલ એસ્ટેટ, જાહેર પરિવહન આંતર માળખું, ગ્રાહક ધિરાણ અને સંરક્ષણ તથા અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. અદાણી ઉદ્યોગ સમૂહ તેની સફળતા અને નેતૃત્વની સ્થિતિને ‘રાષ્ટ્ર નિર્માણ’ અને ‘ગ્રોથ વિથ ગુડનેસ’ ટકાઉ વૃદ્ધિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતની મૂળ ફિલસૂફીને આભારી ગણાવે છે. અદાણી સમૂહ ટકાઉપણું, વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યોના સિદ્ધાંતો આધારિત પોતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલીટીના કાર્યક્રમોની તાકાતથી પર્યાવરણનું રક્ષણ કરવા અને સમુદાયોની સ્થિતિની સુધારણા માટે સંકલ્પબધ્ધ છે.

આ પણ વાંચો – સબ સલામતના દાવા પોકળ : AHMEDABAD માંથી અપહરણ અને અપહ્યુતનો ગણતરીના કલાકોમાં હેમખેમ છૂટકારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા