Ahmedabad News : કોણ હતો એ નબીરો જેણે 10 લોકોને કચડ્યા ?, તેના પિતાના નામે પણ છે દુષ્કર્મનો આરોપ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે.
મહત્વનું છે કે, આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચી હતી. જ્યારે અકસ્માત કરનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. તમને જણાવી દઈએ કે, તેમના પિતાનો પણ ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. જે નબીરાએ 10 લોકોના જીવ લીધા છે તેના પિતા પણ ગેંગરેપના કેસમાં સંડોવાયેલા છે. આ સિવાય તથ્ય પટેલના પિતા વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે.
- તથ્ય પટેલ, અકસ્માત સર્જનાર
મળતી માહિતી પ્રમાણે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
- પ્રજ્ઞેશ પટેલ, અકસ્માત સર્જનારના પિતા
આ બનાવ બાદ કાર ચાલકને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કેટલાક લોકોએ બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અસારવા ખસેડવામાં આવ્યા છે. જેમના નામ મિજાન શેખ, નારણ ગુર્જર છે. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.
ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મૃતકના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં સ્વજનોના કલ્પાંતથી હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ ઉભો થયો છે.
10 લોકોના કરૂણ મૃત્યુ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતકોના નામ
- નિરવ – ચાંદલોડિયા
- અક્ષય ચાવડા – બોટાદ
- રોનક વિહલપરા – બોટાદ
- ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
- કૃણાલ કોડિયા – બોટાદ
- અમન કચ્છી -સુરેન્દ્રનગર
- અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગ
- નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય (હોમગાર્ડ)
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક જ જગ્યાએ સતત બે રોડ અકસ્માતો થયા હતા. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. હાઇવે પર એસયુવીએ પાછળથી એક ડમ્પરને ટક્કર મારી હતી. આ પછી રસ્તા પર હોબાળો મચી ગયો હતો અને અકસ્માત જોવા માટે ઘણા રાહદારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો, જ્યારે કેટલાક લોકોએ ઘાયલોને મદદ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે એક ઝડપી જગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ હતી.
આ પણ વાંચો : Ahmedabad News : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત




