અમદાવાદમાં ડ્રગ્સ પેડલરનું નેટવર્કમાં મહિલાનું પ્રમાણ વધ્યું. SOG ક્રાઇમે 24 કલાકમાં 2 ડ્રગ્સના કેસ કર્યા જેમાં 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. જેમાં એક કેસમાં મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે પકડાઈ છે. જ્યારે અન્ય કેસમાં મહિલા પોતાના પતિને ડ્રગ્સના નેટવર્ક ચાલુ રાખવા માટે ખુદ ડ્રગ્સ પેડરલ બની હોવાનું ખુલ્યું છે.
7 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ સબાનાબાનું અનવર બેગ મીરજા, જાવેદખાન ઉર્ફે બાબા બલોચ અને વસીમ અહેમદ શેખ જેઓ ડ્રગ્સ પેડલર છે અને ફતેહવાડી કેનાલ પાસે જાહેરમાં ડ્રગ્સની પડીકીઓ વેંચતા હતા. SOG ક્રાઇમને માહિતી મળતા જ 7 લાખની કિંમતનું 70 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું
પુછપરછમાં ખુલ્યા રહસ્ય
આરોપીની પૂછપરછમાં દરરોજની 15 થી 20 ડ્રગ્સની પડીકીઓ વેંચતી હતી. જો કે પોતે પણ ડ્રગ્સ એડીક્ટેડ હતા અને પૂછપરછ કરતા સામે આવ્યુ કે કાલુપુરના પથ્થર કુવા પાસે ડ્રગ્સ માફિયા આદિલ પાસેથી દરરોજ ડ્રગ્સનો જથ્થો લાવતા હતા અને ત્રણેય આરોપીઓ ડ્રગ્સનું એક એક ગ્રામનું જીપર બનાવીને વેંચતા હતા. છેલ્લા 2 વર્ષથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જોકે પકડાયેલ ડ્રગ્સ પેડલર સબાનાબાનુ મિર્ઝાનો પતિ અનવરબેગ ડ્રગ્સ પેડલર છે હાલ NDPS કેસમાં જેલમાં છે પણ પત્ની સબાનાબાનું તેના પતિના ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે.
- SOG ક્રાઇમની ટીમે ડ્રગ્સ મહિલા કેરિયર તરીકે કામ કરતી સમીમબાનુ ઉર્ફે સમ્મો શેખની ધરપકડ કરી છે. મહિલા કેરિયર સમીમબાનુ પાસેથી 103 ગ્રામ 900 મિલિગ્રામ જેની 10.39 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ક્યાંથી ડ્રગ્સ લાવતી?
આરોપી મહિલા સમીમબાનુની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતે વિધવા હોવાથી કમાવાની કોઈ આવક ન હોવાથી પોતે ડ્રગ્સ કેરિયર બની હતી. જેને જુહાપુરાનો વોન્ટેડ આરોપી શાહબાઝખાન દ્વારા મહિલા કેરિયર સમીમબાનું મુંબઈથી ડ્રગ્સ લાવતી હતી. જેમાં એક ટ્રીપના 5 હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને મહિલા ડ્રગ્સ કેરિયર ટ્રેન મારફતે મુંબઈ જઈ ડ્રગ્સ માફિયા સબીર પાસે ડ્રગ્સ લાવતી હતી.
ડ્રગ્સ નેટવર્કમાં મહિલાઓ જોડાઈ રહી છે
જો કે છેલ્લા 6 મહિના 5 વખત ડ્રગ્સ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી છે. પરતું ડ્રગ્સ માફિયા શાહબાઝખાન પકડાયા બાદ અનેક હક્કીતો સામે આવશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના નેટવર્કમાં મહિલાઓ જોડાઈ રહી છે જે પકડાયેલ તમામ મહિલાઓ ડ્રગ્સ એડીક્ટેડ છે ત્યારે ચાલુ વર્ષમાં SOG ક્રાઇમએ 27 NDPS કેસ કરી 55 થી વધુ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે.
અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો : SURAT NEWS : શું તમે પણ તમારા ફોટોઝ સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો?, તો જાણો તમારી સાથે શું થઇ શકે છે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.