Home » Chotaudepur : તાલુકા પંચાયત કચેરીમાં અટકેલા કામો કરાવવા નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ
Chotaudepur : તાલુકા પંચાયત કચેરીમાં અટકેલા કામો કરાવવા નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
236
અહેવાલ- તૌફિક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં લેતી દેતીના વહીવટનો મામલો સામે આવ્યો છે. આજે બપોરના સમયે તાલુકા પંચાયત કચેરી ખાતે બબાલનો વીડિયો વાયરલ થયો હતો. આદિવાસી આગેવાન અને રંગપુર મોટી સાઢલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયતના કર્મચારી પર રોષે ભરાયા હતા અને શાબ્દિક બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરનો કાચ તૂટી ગયો
ઝપાઝપીમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરનો કાચ તૂટી ગયો હતો. જ્યારે ઉમેશ રાઠવાના હાથમાં પણ ઈજાઓ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની કચેરીઓમાં એક પછી એક કૌભાંડોના અને લેતી દેતીના આક્ષેપો થઈ રહ્યા છે તે ભારે શરમજનક બાબત છે.
અટકેલા કામો કરાવવા નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ
છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં અટકેલા કામો કરાવવા નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ કરતો રંગપુર મોટી સઢલીના માજી સરપંચ ઉમેશભાઈ રાઠવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં માજી સરપંચ ઉમેશભાઈ પાસે કર્મચારીએ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કર્મચારી જણાવી રહ્યો છે કે તેણે રૂપિયા માંગ્યા નથી. કામગીરી અટકતા માજી સરપંચ રોષે ભરાયા હોઈ તેવુ જણાઈ રહ્યું છે. જો કે કઈ કામગીરી બાબતે રૂપિયા મંગાયા છે એ વાત હજુ બહાર આવી નથી. માજી સરપંચ ઉમેશભાઈ અને કર્મચારીનો સંપર્ક થઈ શક્યો નથી.
વિકાસના કામો અટકી રહ્યા હોય તેવી રજૂઆત
છોટાઉદેપુર પંથકમાં વિકાસના કામો અટકી રહ્યા હોય તેવી ગ્રામીણ વિસ્તારની પ્રજા વારંવાર રજૂઆતો કરી રહી છે. કામગીરીને વેગ મળતો નથી. સરકાર આદિવાસીઓના વિકાસ અર્થે કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ જોઈએ તે સમયે કામગીરી થતી ન હોય તેવી પ્રજામાં ફરિયાદો ઉઠી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject