Home » AMBAJI : દિવાળીના તહેવારમાં જગવિખ્યાત અંબાજી મંદીરમા મોબાઈલના નિયમોની ઐસીતૈસી
AMBAJI : દિવાળીના તહેવારમાં જગવિખ્યાત અંબાજી મંદીરમા મોબાઈલના નિયમોની ઐસીતૈસી
written by
Harsh Bhatt

35
અહેવાલ – શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું ગણાય છે.ઝેડ કેટેગરીમાં આવતા અંબાજી મંદિરની સુરક્ષામાં દિવાળીના તહેવારોમાં મોટીચૂક જોવા મળી.અંબાજી મંદિરનો ચાચર ચોક સેલ્ફી પોઇન્ટ બન્યો.મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા.ઘણા ભક્તો રિલ્સ બનાવતા જોવા મળ્યા.મંદિરના તમામ ગેટ ઉપર સુરક્ષાકર્મીઓ સુરક્ષા ઉપકરણો દ્વારા ચેક કરીને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપી રહ્યા છે, તો ભક્તો આટલી મોટી સંખ્યામાં મોબાઇલ સાથે કઇ રીતે પહોંચી રહ્યા છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
અંબાજી મંદિરમાં ભાદરવી, નવરાત્રી અને દિવાળીના તહેવારમાં સૌથી વધુ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. રોજના હજારો – લાખો ભક્તો મંદિરમાં પ્રવેશ કરીને દર્શન કરવા આવી રહ્યા છે. જેમાં ચાચર ચોકમાં સૌથી વધુ ભક્તો મોબાઈલ સાથે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે, તો સુરક્ષા કર્મીઓ કઈ રીતે સુરક્ષા કરી રહ્યા છે, તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તો આટલી મોટી સંખ્યામાં ભક્તો મોબાઈલ સાથે કઈ રીતે પહોંચ્યા જે તપાસનો વિષય છે. અંબાજી મંદિરમાં પોલીસ, બોર્ડર વીંગ, જીઆઈએસએફએસ, હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે.
અંબાજી મંદિરના તમામ ગેટ ઉપર મેટલ ડિટેક્ટર મુકવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો કઈ રીતે મોબાઈલ સાથે મંદિરમાં પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. કોઈ દેશ વિરોધી તત્વો મંદિરમાં પહોંચી જાય તો સુરક્ષાનું શું? મંદિરના GISFS ના સબ ઇન્સ્પેક્ટરને ટેલીફોનીક પૂછતા મંદિરના 7 નંબર ગેટથી લોકો જે પ્રવેશે છે તે બધા મોબાઈલ સાથે પ્રવેશતા હશે, તેવો તથ્યહીન જવાબ આપીને વિરૂપાલસિંહે પોતાનો બચાવ કર્યો.
આટલા બધા CCTV તો પણ આટલા બધા મોબાઈલ કઈ રીતે આવે છે
શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં સધન સુરક્ષા મુકવામાં આવી છે. અંબાજી મંદિરમાં સધન સુરક્ષાના પીએસઆઇ પણ ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે આટલો મોટો સુરક્ષા જવાનો નો કાફલો પણ ફરજ બજાવી રહ્યો છે. જગ્યા જગ્યા ઉપર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે,તો કઈ રીતે આટલા બધા માઈ ભક્તો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશી રહ્યા છે.
આ પણ વાંચો — AHMEDABAD : દિવાળી દિવસોમાં 9000 જેટલા દર્દીઓએ O.P.D. અને 3000 દર્દીઓએ ઇમરજન્સી O.P.D. સેવાનો લાભ લીધો

Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.