વાવાઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.
Home » જાફરાબાદના દરિયામાં ભારે કરંટ,પવન સાથે વરસાદનું આગમન
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ,પવન સાથે વરસાદનું આગમન
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
164
જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ
જામનગર જિલ્લામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે. IMDએ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જામનગર જિલ્લામાં સવારે 6 થી બપોરે 2 સુધીમાં કાલાવડમાં 14 મીમી, જામનગરમાં 5 મીમી, જોડિયા ૩ મીમી તથા ધ્રોલ 9 મીમી વરસાદ નોંધાયો છે. મોરબીમાં પણ વરસાદ શરૂ થયો છે. રવાપર રોડ, જુના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ છે. બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે.
ગીર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સ્વરૂપ જોવા મળ્યું
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા પહેલા મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સ્વરૂપ જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે. સુત્રાપાડામાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
ગઇકાલે રાતે વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ છે. વાવાઝોડાની ગતિ દક્ષિણ બાજુ જતી જોવા મળી રહી છે. 15 જુનના રોજ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થનાર છે. માંડવીથી કરાંચી સુધી 15 જુનના રોજ વાવાઝોડું પસાર થશેય 13 જૂન મધરાતથી વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વની થશે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌથી 320 કિલોમીટર દૂર છે. વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
આપણ વાંચો –વાવાઝોડાની અસરથી અમદાવાદમાં પડશે વરસાદ ?
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.