સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડુ પોતાના ખિસ્સામાંથી આપ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ CM એટલે ચીફ મીનીસ્ટર નહીં પરંતુ સીએમ એટલે કોમન મેન એ વાતને સાર્થક કરી રહ્યા છે. તેમના દિકરાને સારવાર અર્થે એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાનું રૂપિયા ત્રણ લાખનું બિલ મુખ્યમંત્રીએ ખુદ પોતાના ખિસ્સામાંથી આપ્યું છે.
અત્યાર સુધી એકપણ વાર સરકારી એર ક્રાફ્ટનો ઉપયોગ કર્યો નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરકારી એરક્રાફ્ટનો એકેયવાર ઉપયોગ કર્યો નથી, અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ મુખ્યમંત્રી પદના હોદ્દા પર હોવાછતા એકપણવાર સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો નથી..
વડાપ્રધાન મોદીએ કરી મુખ્યમમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રશંસા
વડાપ્રધાન મોદીએ ટવીટર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા દાખવવામાં આવેલી આ પ્રમાણિકતા અને સાદગીભર્યા આચરણની પ્રશંસા કરી છે,સાથે જ વડાપ્રધાને તેમના પુત્ર અનુજ પટેલના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. https://t.co/0CegcAxoDq— Narendra Modi (@narendramodi) May 14, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે માન્યો વડાપ્રધાન મોદીનો આભાર
વડાપ્રધાનના આ ટવીટ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનો આભાર વ્યક્ત કરતુ ટવીટ કર્યુ હતું . તેમણે વડાપ્રધાનને ઉદ્દેશીને કહ્યું કે જાહેર જીવનમાં આપનું પ્રમાણિકતા ભરેલું જીવન મારા માટે હમેંશા દીવાદાંડી રૂપ બની રહ્યુ છે
આદરણીય વડાપ્રધાનશ્રી,
માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે.
દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે.. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે. https://t.co/xXuC1MLNS0
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 14, 2023
દિકરાની ખબર કાઢવા જ્યારે પણ ગયા સરકારી એરક્રાફ્ટને બદલે ડોમેસ્ટિક એરલાઇન્સનો ઉપયોગ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સારવાર લઇ રહેલા પુત્રને મળવા જવા માટે પણ ચારથી પાંચ જેટલી ટ્રિપ સરકારી એર ક્રાફ્ટને બદલે ડોમેસ્ટિક એરલાઇન્સમાં પોતાના રૂપિયા ખર્ચીને કરી , જેના 65 હજાર રૂપિયાનું ભાડુ તેમણે પોતે પોતાના ખિસ્સામાંથી ભોગવ્યુ હતું
મુખ્યમંત્રીના પુત્રને અગાઉ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને પહેલા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાદમાં તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સથી મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. હાલ અનુજ પટેલ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રમાણિકતા, સાદગી અને સરળતાની ઉત્કૃષ્ટ મિસાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ સરકારી એર એમ્બ્યુલન્સમાં દીકરાને મુંબઇ લઇ ગયા હતા.. તેમનું પદ છે તેને જોઇએ તો તેમની પાસે એર એમ્બ્યુલન્સનું ભાડું કોઇ માંગી શકે તેમ ન હતું, પરંતુ ભૂપેન્દ્રભાઇની પ્રમાણિકતા, તેમની સાદગી અને તેમની સરળતાથી સૌ કોઇ પરિચિત છે.. મુખ્યમંત્રીએ એર એમ્બ્યુલન્સનું 3 લાખ ભાડુ ભરીને પોતાની એ છબી વધુ મજબુત બનાવી છે, અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે પણ ઉદાહરણ પુરુ પાડ્યું છે.