અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલમાં જાણે ખાખીનો ખોફ રહ્યો જ ન હોય તેમ વિવિધ વિસ્તારોમાં લુખ્ખાઓ દ્વારા છાશવારે ધમાલ કરવામાં આવતી હોય છે ત્યારે ભગવતપરા ખાતે એક શખ્સે ખુલ્લી તલવારે રોફ જમાવતા ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને ફુટેજ વાયરલ થયા હતા. બાદમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભગવતપરા ખાતે રહેતા હનીફ શાહસાહમદાર દ્વારા સાહિલ બારોટ નામના શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે.. જેમાં સાહિલ બારોટ પર આરોપ મુકાયો છે કે તેણે ખુલ્લી તલવાર સાથે ગલીમાં ફરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી આ મામલે પોલીસે આઇપીસી કમમ ૫૦૪, ૫૦૬(ર) જીવી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
ફરીયાદ કરવા અંગેનાં કારણમાં જણાવાયું હતું કે સાહિલ આઠમાસ પહેલા હનીફના દિકરા પાસેથી મોબાઈલ લઈ ગયો હતો અને તે સમયે પોલીસ ફરિયાદ કરતા સાહીલે મોબાઈલ પાછો આપી દીધો હતો જેનો ખાર રાખી સાહિલે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.