Home » SVP હોસ્પિટલના 12મા માળેથી યુવતીની મોતની છલાંગ, તપાસ શરુ
SVP હોસ્પિટલના 12મા માળેથી યુવતીની મોતની છલાંગ, તપાસ શરુ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
134
અહેવાલ—ઉમંગ રાવલ, અમદાવાદ
અમદાવાદની SVP હોસ્પિટલના 12મા માળેથી એક યુવતીએ છલાંગ લગાવતા યુવતીનું મોત થયું છે. યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયું છે.
નેફ્રોલોજી અને ગાયનેક વિભાગમાં સારવાર ચાલતી હતી
ભારે ચકચાર જગાવનારા આ બનાવની મળેલી માહિતી મુજબ SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક યુવતીએ 12મા માળેથી છલાંગ લગાવતા યુવતીનું મોત થયું છે. સુત્રોએ કહ્યું કે નેફ્રોલોજી અને ગાયનેક વિભાગમાં સારવાર ચાલતી હતી.
માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત
યુવતીનું નામ અલીના શેખ હોવાનું બહાર આવ્યું છે અને તે અમદાવાદના ફતેવાડી વિસ્તારની રહેવાસી હતી. યુવતીએ 12મા માળેથી પડતું મુક્યું હતું અને તે પાંચમા માળે પટકાઇ હતી જેમાં માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. .
કિડનીની બિમારીથી પીડાતી હતી
સુત્રોએ કહ્યું કે 25 વર્ષની આ યુવતી કિડનીની બિમારીથી પીડાઈ રહી હતી અને છેલ્લા બે મહિનાથી યુવતી ડાયાલિસિસની સારવાર માટે આવતી હતી. પોલીસે સમગ્ર મામલાની ઉંડી તપાસ શરુ કરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject