અમરેલી જિલ્લાને સિંહોનો ગઢ માનવામાં આવી રહ્યો છે ત્યારે રાજુલા વિસ્તારમાં વન વિભાગ વામણું પુરવાર થઈ રહ્યું હોય તેમ લાયન્ શો અને સિંહ પજવણીની એક પછી એક ઘટનાઓ સતત સામે આવી રહી છે.. આવીજ એક ઘટનામાં રાજુલાના રેવન્યુ વિસ્તારમાં એક સિંહણ અને બે સિંહબાળ મારણ આરોગતા હોય ત્યારે વન વિભાગનો જ એક ટ્રેકર દ્વારા બાઈક દોડાવી અને સિંહણ અને તેના સિંહ બાળને મારણ પરથી ભગાડી રહેલો વીડિયોમાં જોવા મળે છે. એટલુંજ નહીં સિંહ બાળ પર બાઈક ચડાવવાનો પણ પ્રયાસ કરાયો હતો.
વન વિભાગના કર્મી દ્વારા સિંહ દર્શનાર્થીઓ સામે સીન સપાટા કરી સિંહ પજવણી કરી હોવાનું સામે આવ્યું છે.. મહત્વપૂર્ણ છે કે અઠવાડિયા અગાઉ જ રામપરા કોવાયા વિસ્તારમાં વન વિભાગના કર્મીઓ દ્વારા ગાંધીનગર થી આવેલ ફોરવીલ સાથે લાઇન શોનો વિડીયો વાયરલ થયો હતો અને વન વિભાગ દ્વારા અહીંના સ્થાનિક બીટગાર્ડ ની બદલી કરી સંતોષ માની લેવામાં આવ્યો હતો ત્યારે હવે વન વિભાગના ટ્રેક્ટર દ્વારા જ પજવણી કરવામાં આવી છે ત્યારે વન વિભાગ શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું છે
રાજુલા વન વિભાગના આરએફઓ વાય એમ રાઠોડે સિંહ પજવણી ને લઇ જણાવ્યું હતું કે વન વિભાગના ટ્રેક્ટર દ્વારા સિંહ પજવણી કરવામાં આવી છે તેમની તપાસ શરૂ છે અને પજવણી કરનાર ટ્રેકરને પૂછપરછ અર્થ બોલાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે પોતાના કર્મીઓને છાવરતું વનતંત્ર એક અઠવાડિયા માં બે બે વાયરલ વિડીયો બાદ વનવિભાગના કર્મીઓ પ્રત્યે કુણું વલણ અખત્યાર કરીને અધિકારીઓની પણ મીલીભગતથી લાઈન શો જેવી ઘટનાઓ થતી હોવાનું સિંહ પ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યું છે