Home » હવે બિપોરજોય ઘમરોળી રહ્યું છે ઉત્તર ગુજરાતને…!
હવે બિપોરજોય ઘમરોળી રહ્યું છે ઉત્તર ગુજરાતને…!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
172
કચ્છના દરિયા કિનારે ટકરાયા બાદ નબળું પડેલું બિપોરજોય વાવાઝોડું હવે ધીમે ધીમે રાજસ્થાન તરફ પહોંચ્યું છે અને તેની સીધી અસર ઉત્તર ગુજરાત પર પડી રહી છે. બિપોરજોયના કારણે ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં વાવાઝોડાની તીવ્ર અસર
બનાસકાંઠા જીલ્લામાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જીલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. નડાબેટ વિસ્તારમાં ગઇ રાત્રે જોરદાર વાવાઝોડું આવ્યું હતું અને તેના કારે મડાબેટ મંદિરના રસોડાના શેડના પતરાં ઉડી ગયા હતા. ગૌ શાળાના શેડ પણ પતરા ઉડ્યા ભારે નુકશાન થયું હતું. પક્ષી ઘર ચબુતરો પણ તૂટીને પડી ગયો હતો.
સર્વત્ર ભારે વરસાદ નોંધાયો
બનાસકાંઠામાં સર્વત્ર ભારે વરસાદ નોંધાયો છે. ડીસામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ડીસાના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ડીસા શહેરમાં સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઇ ગયો છે. મહેસાણા અને પાટણ જીલ્લા તથા સાબરકાંઠા જીલ્લામાં પણ સર્વત્ર ભારે વરસાદ નોંધાયો છે અને ઘણા સ્થળે અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે.
અનેક નદીઓમાં પાણી
ભારે વરસાદના કારણે દાંતા તાલુકાની અનેક નદીઓમાં પાણી આવ્યું છે. અંબાજી પાસે કોટેશ્વર તરફ જઈ રહેલી નદીમાં પાણી આવ્યું છે અને નદી બે કાંઠે જોવા મળી રહી છે. અંબાજીમાં ભક્તો પલળતા પલળતા દર્શન કરવા આવ્યા છે અને પ્લાસ્ટિક ઢાંકીને ભક્તો મંદિર દર્શન કરવા જઈ રહ્યા છે. અત્યારે પણ દાંતા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે.
૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ
ઉપરાંત અરવલ્લી જિલ્લામાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાય છે. મોડાસા અને ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ, ભિલોડા અને બાયડમાં દોઢ ઇંચ વરસાદ તથા માલપુર અને મેઘરજમાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે અને અત્યારે પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.
લકઝરી બસ ખાડામાં ખાબકતાં મુસાફરો અટવાઇ ગયા
ભારે પવનના કારણે થરાદ -ડીસા હાઇવે ઉપરના લુણાવા ગામે શેડ ઉડી હાઇવે ઉપર આવ્યો છે અને શેડ સાથે ત્રણથી ચાર વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતાં રસ્તો બંધ થઇ ગયો હતો. તે જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલી લકઝરી બસ ખાડામાં ખાબકતાં મુસાફરો અટવાઇ ગયા હતા. અમદાવાદ શહેર જીલ્લામાં પણ ગઇ રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં છુટો છુવાયો વરસાદ વરસી રહ્યો છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject