દેશભરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ફટાકડા ફોડવાના કારણે અનેક જગ્યા પર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અનેક જગ્યા પરથી આગના બનાવો સામે આવી રહી છે, ત્યારે હાલ પાટણ શહેરમાં પણ ફટાકડા ફોડવાના કારણે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
પાટણ શહેરમાં ફટાકડાથી લાગી ભીષણ આગ
પાટણ શહેરમાં ફટાકડાથી આગ લાગવાની ઘટના સામે આવી છે. પાટણ શહેરમાં વિજય કુવાથી ભઠ્ઠીવાડા જવાન ઢાળ ઉપર આવેલ એક વાડામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પાટણ નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે.
આગને કારણે અફર તફરીનો માહોલ સર્જાયો
આ અગાઉ અરવલ્લીમાં પણ ફટાકડાના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. અરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ત્યાર બાદ આગને કારણે અફર તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોના ટોળા છૂટાં પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હજારો લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી.
આ પણ વાંચો – SURAT: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળામણથી મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે