Home » વાવાઝોડાના કારણે અમીરગઢમાં પોલીસ ચોકી ઉડી ગઇ….!
વાવાઝોડાના કારણે અમીરગઢમાં પોલીસ ચોકી ઉડી ગઇ….!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
197
અહેવાલ–રામલાલ મીણા, અમીરગઢ
ગુજરાતમાં કહેર વર્તાવ્યા બાદ બિપોરજોય વાવાઝોડું હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. બિપોરજોયના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં પણ તેની અસર શરુ થઇ ગઇ છે. બીજી તરફ અમીરગઢમાં વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે.
અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા
આજે અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા ભારે વરસાદના કારણે અમીરગઢના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. તંત્ર દ્વારા તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટસ ઉપર હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે જ્યારે સગર્ભા મહિલાઓને પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે જેને લઈને આગામી સમયમાં ડીલેવરી સમય દરમિયાન તેમને કોઈ તકલીફ ના પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
કપાસિયા ઘાટામાં આવેલી પોલીસ ચોકી ભારે પવનમાં ઉડી ગઇ
વાવાઝોડાને લઈને ભારે પવનના ફૂંકાતા અમીગઢ તાલુકાના કપાસિયા ઘાટામાં આવેલી પોલીસ ચોકી ભારે પવનમાં ઉડી જતા મોટી જાનહાની ટળી હતી. ભારે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તંત્રએ અમીરગઢ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમ ઊભો કર્યો છે જેથી વાવાઝોડામાં કેવી રીતે સ્થળ પર પહોંચી શકાય અને કંટ્રોલરૂમમાં સીધો સંપર્ક કરી શકાય .
કોઇ નુકશાન નહીં
અમીરગઢ મામલતદાર વી.જી.રાવલે જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકામાં કોઈ નુકસાન થયું નથી. ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તંત્રના અધિકારીઓ હાલ સ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી જીગર પટેલે પણ કહ્યું કે અમીરગઢ તાલુકામાં કોઇ પણ પ્રકારનું નુકશાન થયું નથી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject