Home » વાવાઝોડા વચ્ચે પણ એકમેકને દોરડા બાંધી દેશનું રક્ષણ કરતા જવાનો…!
વાવાઝોડા વચ્ચે પણ એકમેકને દોરડા બાંધી દેશનું રક્ષણ કરતા જવાનો…!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
282
ગુરુવારે રાત્રે બિપોરજોય વાવાઝોડાએ કચ્છ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાના કારણે બનાસકાંઠા જીલ્લામાં પણ ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જો કે નડાબેડ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં પણ દેશના વીર જવાનો સરહદે દેશની રક્ષા કરતાં જોવા મળી રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર
ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા સચીન શેખલીયા બનાસકાંઠાની સરહદે પહોંચ્યા હતા. કચ્છ બાદ બનાસકાંઠા જીલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાએ કહેર વરતાવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે સ્થિતિ વિકટ બની હતી, ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી રહી હતી.
જવાનોએ એક મેકને દોરડા બાંધી રાખ્યા
ગુજરાત ફર્સ્ટ જ્યારે ભારત પાકિસ્તાનની સરહદે પહોંચ્યું ત્યારે ભારે પવન વચ્ચે પોતાની જાતને સંભાળીને મા ભોમની રક્ષા કરતા દેશના વીર જવાનો જોવા મળ્યા હતા. ભારે પવનના કારણે બેલેન્સ ના ખોરવાય તે માટે આ જવાનોએ એક મેકને દોરડા બાંધી રાખ્યા હતા અને તેઓ એક સાથે દોરડા બાંધીને સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વાવાઝોડાની તીવ્ર અસર વચ્ચે પણ દેશના જવાનોએ દેશનું રક્ષણ કર્યું હતું. કોઇ પણ વિકટ પરિસ્થિતિ હોય તો પણ ભારે વાવાઝોડા વચ્ચે દેશના રક્ષણ માટે પોતાની જાતને સંભાળી રહેલા આ સૈનિકોની બહાદુરીને ગુજરાત ફર્સ્ટ સલામ કરે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject