અહેવાલ – ઉદય જાદવ
સુરત જિલ્લા એલસીબી પોલીસે જુગારધામ પર દરોડો પાડી જુગાર રમનાર તેમજ રમાડનાર મળી કુલ 13 ઈસમોની ધરપકડ કરી છે, પોલીસે જુગારીઓ પાસેથી કુલ 2.11 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે ઓલપાડ તાલુકાના એલીફંટ વિલેજ સોસાયટીમાં આવેલા મકાનમાં સુનીલ મહેશભાઈ તોમર બહારથી માણસો બોલાવી જુગાર ચલાવી રહ્યો છે, માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો, પોલીસે અહીંથી જુગાર રમાડનાર સહીત જુગાર રમતા મળી કુલ 13 ઈસમોની ધરપકડ કરી હતી.
પોલીસે જુગારીઓ પાસેથી 1.01 લાખની રોકડ, 1.10 લાખના 12 મોબાઈલ ફોન મળી કુલ 2.11 લાખની મત્તા કબજે કરી હતી અને પકડાયેલા તમામ ઈસમો સામે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – Surat : જન્માષ્ટમી પર્વે તૈયાર કરાયો પંજરીની પ્રસાદીનો ડેકોરેટિવ થાળ