ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા થોડા દિવસ પહેલા બે આરોપીઓની ધરપકડ કરી જે મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે આ કૌભાંડના તાર અરવલ્લી સુધી પહોંચ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચે અડધી રાત્રે અરવલ્લીમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે એક નિવૃત્ત અધિકારી, એક શિક્ષક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અનેક નામો ખુલે તેવી સંભાવના
આ ત્રણમાંથી નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિની મોડાસામાંથી, બાયડના જીતપુર ગામના શિક્ષક અરવિંદ પટેલ અને અરવિંદ પટેલના પુત્ર જતિન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. LRDની ભરતીમાં ગેરરીતિ મામલે પણ આ લોકોના નામ સામે આવ્યા હતા. નિવૃત્ત અધિકારીની ધરપકડથી ઉર્જા વિભાગમાં સેટિંગ કરીને મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયેલા મુરતિયાઓની ઊંઘ ઉડી ગઈ છે.
વિદ્યુત સહાયકની ભરતીમાં થયું હતું Scam
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020 થી 2021માં 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી. જેમાં પરીક્ષામાં પાસ કરાવવા માટે ટોળકી સક્રિય બની હતી. જે સ્થળે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.