અહેવાલ – પ્રદીપ કચિયા
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મોસીન ખાન પઠાણ અને ઇમરાન ખાન પઠાણ એ મોહમદ બિલાલ નામના યુવકની જાહેરમાં હત્યા કરી. આ ધાતકી હત્યાના દ્રશ્યો સીસીટીવી માં થયા હતા કેદ. મૃતક મોહમદ બિલાલ પર આરોપી મોહસીન ખાને ઉપરા છાપરી છરીના 38 થી વધુ ધા ઝીંકી હત્યા કરી હતી. આ ઘટના બાદ આરોપી મોહસીન ખાન, ઇમરાન ખાન, વસીમ ઉર્ફે ચકો અને કરીમ ઉર્ફે પતંગ ફરાર થઈ ગયા હતા. શાહપુર પોલીસે બાતમીનાં આધારે મોહસીન ખાન અને ઇમરાન ખાન ની ધરપકડ કરી.
સી ડિવિઝન ACP અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી મોહસીન અને ઇમરાન ની પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા અઢી વર્ષથી મૃતક બિલાલ સાથે ઝઘડો ચાલતો હતો. મિર્ઝાપુરમાં મૃતક બિલાલ અને આરોપી મોહસીનની સીટ કવરની દુકાન આવેલી છે અને બંને વચ્ચે સીટ કવરના ધંધાને લઈ હરીફાઈ ચાલતી હતી. આ હરીફાઈ અદાવતમાં ફેરવાઈ જેમાં મૃતક બિલાલ અને આરોપી મોહસીન સામે 3 જેટલી ક્રોસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.
આ ફરિયાદ અને ધંધાની અદાવતમાં આરોપી મોહસીન અને તેના ભાઈઓ બિલાલની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અને 31 ઓક્ટોમ્બર એ બિલાલ દુકાન ખોલવા માટે મિર્ઝાપુર પોહચ્યો અને છરી સાથે રાહ જોઈ રહેલા મોહસીન તેના ભાઈઓ સાથે મળી બિલાલને છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી.જે બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
જાહેરમાં હત્યા કરીને દેહશત ફેલાવનાર આરોપી ઝડપાયા, પરંતુ અન્ય બે આરોપી હજી ફરાર છે. આરોપી વિરુદ્ધ અગાઉના ઝઘડાની ફરિયાદ નોધાઇ ચૂકી છે જે સિવાય અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો – Ahmedabad : બોપલ વિસ્તારમાં બન્યો લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ, 5 આરોપી બનાસકાંઠામાંથી ઝડપાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે