Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : લોકસભા ચૂંટણી પહેલાં પાટણમાં ભાજપને મોટો ફટકો

Patan congress : લોકસભા ચૂંટણી પહેલાં પાટણ (Patan)માં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. Patan તાલુકા ભાજપના ઉપપ્રમુખ સહિત 50 કાર્યકરોએ રાજીનામુ આપીને કોંગ્રેસ (congress)માં જોડાયા છે. પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલી રહ્યો છે....
patan    લોકસભા ચૂંટણી પહેલાં પાટણમાં ભાજપને મોટો ફટકો
Advertisement

Patan congress : લોકસભા ચૂંટણી પહેલાં પાટણ (Patan)માં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. Patan તાલુકા ભાજપના ઉપપ્રમુખ સહિત 50 કાર્યકરોએ રાજીનામુ આપીને કોંગ્રેસ (congress)માં જોડાયા છે.

પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો

લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અક યા બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો છે. પાટણમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોરે રાજીનામુ આપી દીધું છે.

Advertisement

Advertisement

50 કાર્યકરો સાથે તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા

તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોરે રાજીનામુ આપીને 50 કાર્યકરો સાથે તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોરના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો

પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત 50 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિતના લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો--- C.R Patil : અમરેલીમાં C.R Patilએ કાર્યકરોને આપ્યો આ જીતનો મંત્ર

આ પણ વાંચો---- Jam Saheb : જામનગરના જામ સાહેબનું અગત્યનું નિવેદન, વાંચો શું કહ્યું

આ પણ વાંચો---- AMRELI : જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરવા આતુર

આ પણ વાંચો--- CR Patil : નવસારીમાં CR પાટીલે કાર્યકર્તાઓને કહ્યું – રોજ સવારે સંકલ્પ કરો કે મારો જન્મ…

આ પણ વાંચો---- ક્ષત્રિય આંદોલન વચ્ચે ગધેથડના લાલબાપુ સાથે BJP ના બે વરિષ્ઠ નેતાઓની મુલાકાત

Tags :
Advertisement

.

×