Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્ષત્રિય આંદોલન વચ્ચે ગધેથડના લાલબાપુ સાથે BJP ના બે વરિષ્ઠ નેતાઓની મુલાકાત

BJP leaders : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)ના નિેવદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે ગધેથડના લાલબાપુ સાથે અમદાવાદમાં વરિષ્ઠ ભાજપ નેતા (BJP...
ક્ષત્રિય આંદોલન વચ્ચે ગધેથડના લાલબાપુ સાથે bjp ના બે વરિષ્ઠ નેતાઓની મુલાકાત

BJP leaders : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)ના નિેવદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે ગધેથડના લાલબાપુ સાથે અમદાવાદમાં વરિષ્ઠ ભાજપ નેતા (BJP leaders)ની મુલાકાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

Advertisement

અમદાવાદમાં લાલબાપુ સાથે થે વરિષ્ઠ ભાજપ નેતાએ મુલાકાત કરી

લોકસભાની ચૂંટણી પૂર્વે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ગધેથડના લાલબાપુ સાથે વરિષ્ઠ ભાજપ નેતાએ મુલાકાત કરી છે. ભાજપના બે ક્ષત્રિય નેતાઓએ લાલબાપુ સાથે મુલાકાત કરી છે. ગધેથડના લાલબાપુ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી હકુભા લાલબાપુને મળ્યા હતા. જો કે શું વાતચીત થઇ તેની માહિતી મળી નથી પણ બંને નેતાઓની આ મુલાકાતે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Advertisement

ક્ષત્રિય આંદોલનને લઇને આ મુલાકાત થઇ હોઇ શકે

જો કે મનાઇ રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનને લઇને આ મુલાકાત થઇ હોઇ શકે છે. આ મુલાકાત ધાર્મિક મુલાકાત હતી કે પછી ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસના ભાગ રુપે થઇ છે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. પરશોત્તમ રુપાલા આગામી 16 એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેવા સમયે ગધેથડના લાલબાપુ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુલાકાત સૂચક મનાઇ રહી છે.

ગધેથડધામ ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર

ઉલ્લેખનિય છે કે ગધેથડધામ ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર છે. વિવાદ બાદ ગોંડલમાં જયરાજસિંહના ફાર્મ હાઉસમાં ક્ષત્રિયોની સભા યોજાઇ હતી જેમાં પરશોત્તમ રુપાલાએ હાથ જોડીને માફી માગી હતી અને સભામાં ઉપસ્થિત આગેવાનોએ તેમની માફી સ્વીકારી પણ હતી. ગોંડલની સભા બાદ પરશોત્તમ રૂપાલા પણ ગધેથડધામ પહોંચ્યા હતા અને લાલબાપુને મળ્યાં હતાં

Advertisement

આ પણ વાંચો----- Big Breaking : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આ નામની પસંદગી

આ પણ વાંચો---- Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો---- Dhandhuka kshatriya community: જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં આવશે નહીં, ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે

Tags :
Advertisement

.