Download Apps
Home » Elon Musk નું એલાન,તમામ યૂઝર્સ માટે લાગુ કરી આ મર્યાદાઓ,જાણો

Elon Musk નું એલાન,તમામ યૂઝર્સ માટે લાગુ કરી આ મર્યાદાઓ,જાણો

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક એલોન મસ્કે એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વિટ્સની સંખ્યાને લઈને મોટી જાહેરાત કરી હતી. મસ્કએ ટ્વિટ કર્યું કે “ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે અમે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે.” વેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ હવે એક દિવસમાં 6000 પોસ્ટ્સ વાંચવા સુધી મર્યાદિત રહેશે. જ્યારે અનવેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ દિવસ દરમિયાન ફક્ત 600 પોસ્ટ વાંચી શકશે. જ્યારે નવા અનવેરિફાઈડ એકાઉન્ટધારકો દરરોજ 300 પોસ્ટ્સ વાંચી શકશે.

મસ્કે ટ્વિટ કરીને આપી માહિતી
અન્ય એક ટ્વિટમાં મસ્કએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વેરિફાઈડ (એકાઉન્ટ્સ) માટે રેટ લિમિટ વધારીને 8000, અનવેરિફાઈડ માટે 800 અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ યૂઝર્સ માટે 400 કરવામાં આવશે. જોકે હવે આ રેટ લિમિટ વધારીને અનુક્રમે 10 હજાર, 1 હજાર અને 500 કરવામાં આવી શકે છે. ઈલોન મસ્કની નવી ટ્વિટ પરથી આ સંકેત મળ્યા હતા.

ટ્વિટર યૂઝર્સને રેટ લિમિટ પૂરી થયા બાદ મળી રહી છે ચેતવણી

અગાઉ શનિવારે વિશ્વભરના ઘણા યૂઝર્સે ટ્વિટ કરવા અથવા ફોલો કરવા જેવી પ્રવૃત્તિઓમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી. ઘણા યુઝર્સે કહ્યું હતું કે તેમને રેટ લિમિટ ઓળંગવા અંગે ચેતવણીઓ જોવા મળી રહી છે. તેનો અર્થ એ છે કે તેમણે ચોક્કસ સમયગાળામાં ટ્વિટ કરવા કે નવા એકાઉન્ટને ફોલો કરવાની સંખ્યા માટે નક્કી સાઈટની મર્યાદાને પાર કરી લીધી હતી.

ટ્વિટ જોવા માટે લોગીન કરવું ફરજિયાત

અગાઉ શુક્રવારે (30 જૂન) યૂઝર્સ માટે એક અસ્થાયી ઈમરજન્સી ઉપાય જારી કરાયો હતો. યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે ટ્વિટ જોવા માટે તેમણે પહેલા ટ્વિટર પર લોગિન કરવું પડશે. આ સાથે મસ્કે દાવો કર્યો હતો કે ટ્વિટરમાંથી ડેટા ચોરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તે સામાન્ય યૂઝર્સ માટે અપમાનજનક સેવા છે. તમને જણાવી દઈએ કે બ્લુ ટિક તરીકે ઓળખાતો વેરિફિકેશન બેજ પહેલા ફ્રીમાં આપવામાં આવતો હતો પરંતુ ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ તેના માટે ફી નક્કી કરવામાં આવી હતી. મસ્કએ ઘણા પ્રયત્નો પછી ગયા વર્ષે કંપનીને બિલિયન ડોલરમાં ખરીદી હતી.

આપણ  વાંચો –ચીનની આ કંપની તેના કર્મચારીઓને તેમના ત્યાં જન્મ લેનારા પ્રત્યેક બાળક માટે આપશે લાખ્ખો રૂપિયા

 

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ