Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Iran Israel Conflict : શું ત્રીજુ વિશ્વયુદ્ધ નજીક છે? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Iran Israel Conflict : આજે વિશ્વમાં ઘણા એવા દેશ છે જે યુદ્ધની ઝપટમાં છે. ખાસ કરીને આજના સમયમાં મધ્ય પૂર્વ (Middle East) માં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ અને હમાસ (Israel and Hamas) વચ્ચે 6 મહિનાથી યુદ્ધ (War)...
iran israel conflict   શું ત્રીજુ વિશ્વયુદ્ધ નજીક છે  જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Iran Israel Conflict : આજે વિશ્વમાં ઘણા એવા દેશ છે જે યુદ્ધની ઝપટમાં છે. ખાસ કરીને આજના સમયમાં મધ્ય પૂર્વ (Middle East) માં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ અને હમાસ (Israel and Hamas) વચ્ચે 6 મહિનાથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. અને હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ (war between Israel and Iran) નું જોખમ વધી ગયું છે. એવું માનવામાં આવે છે કે ઈરાન (Iran) કોઈપણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલ પણ આ જ માની રહ્યું છે, તેથી તેણે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. યુદ્ધની આ તૈયારીઓને કારણે અમેરિકા પણ હાઈ એલર્ટ (High Alert) પર છે. જો આમ થશે તો ત્રીજા વિશ્વયુદ્ધ (Third World War) નો ભય પ્રબળ બનશે.

Advertisement

ઈરાને શરૂ કરી ઈઝરાયેલ પર યુદ્ધની તૈયારીઓ

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ હજુ શાંત પડ્યું નથી અને હવે સમાચાર મળી રહ્યા છે કે,ઈરાન ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.આ તૈયારીઓ થઇ રહી છે તે પાછળનું કારણ ગયા અઠવાડિયે સીરિયામાં ઈરાની એમ્બેસી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 7 ઈરાની જવાનો માર્યા ગયા હતા તે કહેવામાં આવી રહ્યું છે. ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ આ હવાઈ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની પ્રબળ સંભાવનાને ધ્યાનમાં રાખીને અમેરિકા દરેક પરિસ્થિતિ પર ખૂબ જ ધ્યાનથી નજર રાખી રહ્યું છે. જોકે, ઈરાને અમેરિકાને હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને વોશિંગ્ટનને લેખિત સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં ઈરાને ચેતવણી આપી છે કે અમેરિકા હસ્તક્ષેપ ન કરે અને નેતન્યાહુની જાળમાં ન ફસાય. જણાવી દઇએ કે, તાજેતરમાં જ સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર આનો આરોપ લગાવ્યો છે. આ હુમલાના જવાબમાં ઈરાન ઈઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે?

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી જ તણાવ ચરમ પર છે. ઈરાન ગાઝામાં ઈઝરાયેલ હુમલાનો વિરોધ કરી રહ્યું છે. પરંતુ જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો ઈરાન દ્વારા સમર્થિત ઉગ્રવાદીઓ અને આતંકવાદી જૂથો ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઈસ્લામિક રિપબ્લિક કહે છે કે ઈરાન તેના કટ્ટર દુશ્મન ઈઝરાયેલને જવાબ આપવા માટે તૈયાર છે, જોકે ક્યારે તે હજુ સ્પષ્ટ નથી. એ પણ સ્પષ્ટ નથી કે ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો પ્રયાસ કરશે કે લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જેવા તેના કોઈ પ્રોક્સી જૂથ દ્વારા કરાવશે. જણાવી દઈએ કે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હવાઈ હુમલામાં બે જનરલ સહિત લગભગ સાત ઈરાનીઓના મોત થયા હતા, જ્યારે ઈઝરાયેલ છેલ્લા કેટલાક મહિનામાં સીરિયામાં ઈરાન સાથે જોડાયેલી મિલકતોને વારંવાર નિશાન બનાવી ચૂક્યું છે, પરંતુ કોઇ ઈરાની રાજદ્વારી ઈમારત પર હુમલો પ્રથમ વખત જોવા મળ્યો હતો. ત્યારથી ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે અને તેણે તેના ફાઈટર સૈનિકોની રજા પણ રદ કરી દીધી છે અને હવાઈ સુરક્ષા પણ વધારી દીધી છે.

Advertisement

ઈઝરાયેલ હાઈ એલર્ટ પર

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાન દ્વારા સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ પણ હાઈ એલર્ટ પર છે અને ઈઝરાયેલમાં ઘણી જગ્યાએ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલને ડર છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવા ગાઈડેડ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં નેવિગેશન બંધ થવાને કારણે ઈરાનને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઈઝરાયેલમાં લોકેશન આધારિત એપ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી સેનાએ તેના સૈનિકોની રજા રદ કરી દીધી છે અને તેમને તૈનાતીનો આદેશ આપ્યો છે. ઘણા શહેરોમાં બોમ્બ વિરોધી આશ્રયસ્થાનો શરૂ કરવામાં આવ્યા છે.

શું વિશ્વ યુદ્ધ થશે ?

આજે વિશ્વમાં તણાવનો માહોલ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આજે પડોશી દેશો વચ્ચે યુદ્ધ પછી તે પોતાની તાકાત બતાવવા માટે હોય કે પછી ભૂતકાળની કોઇ ઘટનાનો બદલો લેવાની બાબતે હોય તે આપણે બધા જ જોઇ રહ્યા છીએ. તાજેતરમાં જે યુદ્ધ થવાની સંભાવનાઓ છે તેમા અમેરિકાએ ન પડવું તે ઈરાને સ્પષ્ટપણે લેખિતમાં કહ્યું છે. વિશ્વમાં અમેરિકાની ઇમેજ યુદ્ધના સમયે હથિયારોનો વેપારી કરી પોતાના દેશને આર્થિક રીતે વધુ મજબૂત કરવાની છે. અને જે રીતે ઈરાને લેખિતમાં ઈઝરાયેલ સાથેના તણાવમાં કૂદી પડવાની ના પાડી છે તે દર્શાવે છે કે, ઈરાન પણ સમજી ગયું છે કે અમેરિકા આવી પરિસ્થિતિમાં કઇ ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જે રીતે વિશ્વમાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે, તે જોતા આવનારા નજીકના ભવિષ્યમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ થઇ શકે તેવી સંભાવનાઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

આ પણ વાંચો - JoeBiden : રાષ્ટ્રપતિ બિડેને ઇજિપ્ત અને કતારને લખ્યો પત્ર,કહી આ વાત

આ પણ વાંચો - Indian Student : અમેરિકામાં વધુ ભારતીય વિદ્યાર્થીના મોતથી ખળભળાટ

Tags :
Advertisement

.