અહેવાલઃ અર્જુનવાળા, સુત્રાપાડા
સૂત્રાપાડાના મટાણામા રાત્રીના દીપડો બાળક ઉઠાવી ગયો કલાકો સુધી શોધખોળ બાદ ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. અને વહેલી સવારે ફરી એજ દીપડાએ વૃદ્ધા પર હૂમલો કરતા વૃદ્ધાને સારવાર હેઠળ કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.હતું..આ ઉપરાંત દીપડાએ અન્ય એક મહિલાને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી.. આમ માત્ર 24 કલાકમાં દીપડાએ ત્રણ લોકોને શિકાર બનાવ્યા. આદમખોર દીપડાને પુરવા ૮ પાંજરા ગોઠવ્યા બાદ મોડી રાત્રે દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી.
સુત્રાપાડા તાલુકાના મટાણા અને મોરડીયા ગામે વચ્ચે રહેતાં સીમ વાડી વિસ્તારમાં રહેતા બે વર્ષનો બાળક માનવ રમેશભાઈ જાદવ રાત્રીના સાડા આઠ વાગ્યાના સમય દરમિયાન પોતાના પરીવાર સાથે ઘરની બહાર બેઠા હતા.. ત્યારે અચાનક આદમખોર દીપડો આવી ચડયો હતો. અને બાળકને જોઈ દીપડો અચાનક તરાપ કરી બાળકને ગળાના ભાગેથી પકડી તેમનાં પરિવારની નજર સામે જ ઉઠાવી ગયો હતો. અને તેની માતા સહિત પરિવાર બુમાબુમ કરવા લાગતા બૂમો સંભળાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને પરિવારજનો તેમજ આસપાસના ખેડુતો બાળકની શોધખોળ હાથ ધરી હતી. પરંતું બાળક મળી આવેલ નહિ અને કલાકોની શોધખોળ બાદ બે વર્ષનો બાળકનો શેરડીના ખેતરમાંથી મૃત હાલત માંથી મળી આવ્યો હતો..
એજ દિપડા એ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વૃદ્ધ મહીલા લક્ષ્મીબેન સામતભાઈ નકુમ પોતાના ઘરની લોબીમાં સુતા હતા. ત્યારે તેમને શિકાર બનાવ્યા હતા.. દિપડોએ વૃદ્ધા પર હૂમલો કરતા માથા તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટયો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે કોડીનાર સરકારી હસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા..
જોકે આદમખોર દિપડા એ રાત્રિનાં બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહેલી સવારે વૃદ્ધા પર હુમલોની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. અને આ હુમલાની ઘટનાં થી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું.. આ ઘટનાને લઈ વન વિભાગે વાડી વિસ્તાર માંથી આદમખોર દીપડાને પકડવા ૮ જેટલા પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં હતા.. આ સમગ્ર ઘટનામા વનતંત્ર દીપડાને પકડવા પાંજરાઓ ગોઠવી રહ્યા હતા ત્યારે ફરી એજ મોડી રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં મોરડીયા ગામની સીમ વિસ્તારમાં રહેતા એક ૬૫ વર્ષના વૃધ્ધ મહિલા રાજીબેન કરશનભાઈ ચાંડેરા ઉપર ખૂની હુમલો કરતા વૃધ્ધ મહિલા નું મોત થયું હતું જે બાબત ની જાણ વનતંત્રને થતા ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર દીપડાનો પીછો કરી તેને પાંજરે પુરો હતો