પૃથ્વી પર સૌથી સમજદાર જીવ માણસ ગણાય છે, તેમ છતા આજે પણ આપણે દુનિયાના ઘણા એવા રહસ્યો છે જેનાથી અજાણ છીએ. વળી જો આપણે દરિયાની વાત કરીએ તો તેમા એવા જીવ છે કે જેની કદાચ આપણે કલ્પના પણ નહી કરી હોય. તાજેતરમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના મોટા તળાવમાં એક એવી માછલી મળી આવી છે, જેને જોઈને તમે ચોંકી જશો. તેમજ આ માછલીને જોયા બાદ તમે નક્કી નહીં કરી શકો કે આ માછલી છે કે મગર.
મંગળવારે સવારે ગામના લોકો દરરોજની જેમ માછીમારી કરી રહ્યા હતા. આ માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યારે જાળી ખૂબ હલવા લાગી, ત્યારપછી માછીમારે જાળ બહાર કાઢી, પરંતુ માછીમારે જાળમાં જે જોયું તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.
માછલી લાકડાના ટુકડાને ગળી ગઈ
જ્યારે માછલીને જાળમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે માછલીનું માથું સંપૂર્ણપણે મગર જેવું નીકળ્યું જ્યારે તેનું શરીર માછલી જેવું દેખાતું હતું. જ્યારે સ્થાનિક લોકોએ તેના જડબામાં લાકડાનો ટુકડો નાખ્યો તો તે લાકડા ગળી ગઈ. હાલમાં માછલી માછીમાર પાસે જ છે. માછીમારી કરનારા લોકોનું કહેવું છે કે તેઓએ આ પ્રકારની માછલી આ પહેલા ક્યારેય જોઈ નથી અને તેના વિશે બીજે ક્યાંય સાંભળ્યું નથી. હાલમાં આ મામલો ખૂબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો – યમનમાં નાણાકીય સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગમાં 79 લોકોના મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ