Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sikar Accident: રાજસ્થાનમાં થયો ભીષણ અકસ્માત, બન્ને વાહનોમાં આગ લાગતા 7 લોકો થયા ભડથું

Sikar Accident, Rajasthan: રાજસ્થાનના સીકર જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો પ્રમાણે જયપુર-બિકાનેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. તેનીથી બન્ને વાહનોમાં આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં આગએ બંને વાહનોને સંપૂર્ણ લપેટી લીધા...
sikar accident  રાજસ્થાનમાં થયો ભીષણ અકસ્માત  બન્ને વાહનોમાં આગ લાગતા 7 લોકો થયા ભડથું
Advertisement

Sikar Accident, Rajasthan: રાજસ્થાનના સીકર જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો પ્રમાણે જયપુર-બિકાનેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. તેનીથી બન્ને વાહનોમાં આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં આગએ બંને વાહનોને સંપૂર્ણ લપેટી લીધા હતા. નોંધનીય છે કે, આગની ચપેટમાં બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને તેમાં સવાર સાત લોકો જીવતા દાઝી ગયા હતા. Sikar હાઈવે પર થયેલા આ અકસ્માત બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. કારમાં સવાર લોકો ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

વિસ્ફોટ થયો અને બંને વાહનોમાં આગ લાગી

પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, આ ઘટના Sikar ના ફતેહપુર કોતવાળી વિસ્તારમાં રવિવારે બપોરે બની હતી. આ હ્રદય કંપાવતી આ ઘટનામાં સાત લોકો જીવતા સળગી ગયા હતાં. ઘટનાની વિગતે વાત કરીએ તો, તેજ ગતિએ આવી રહેલી એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો અને બંને વાહનોમાં આગ લાગી ગઈ. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. કોઈ કંઈ સમજે તે પહેલા કાર અને ટ્રક આગની લપેટમાં આવી ગયા અને અંદર સવાર લોકો પણ બળીને ખાક થઈ ગયા હતાં.

Advertisement

Advertisement

માહિતી મળતા જ ફતેહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઉલ્લેખનીય છે કે, આગ એટલી ઘાતક હતી કે આસપાસના લોકો પણ મદદ કરી શકતા નહોતા. જોકે, Sikar માં થયેલા અકસ્માતની માહિતી મળતા જ ફતેહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભીડને ત્યાંથી હટાવી હતી. બાદમાં ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી. પરંતુ આ લોકો આવે ત્યાં સુધીમાં વારદાત પૂર્ણ થઈ ગઈ હતી મતલબ કે, સારવાર લોકોના મોત થઈ ગયા હતા. થોડી જ વારમાં કાર અને ટ્રકમાં સવાર સાત મુસાફરો લોકોની સામે જીવતા સળગી ગયા હતાં.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, અત્યારે આ મૃતકોની કોઈ જાણકારી નથી મળી કે, તે લોકો કોણ હતા? પરંત આ કાર ઉત્તર પ્રદેશના નંબર વાળી હોવાની વિગત સામે આવી છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો ઉત્તર પ્રદેશના હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલાની તપાસની તપાસ હાથ ધરી દીધી છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી.

આ પણ વાંચો: Madhya Pradesh : 160 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલા માસૂમનું મોત, Rewa માં 45 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

આ પણ વાંચો: YS Jagan Mohan Reddy પર રોડ શો દરમિયાન પથ્થરમારો, કપાળ પર પહોંચી ઈજા…

આ પણ વાંચો: BJP Vs Congress Manifesto : BJP નું ‘સંકલ્પ પત્ર’ Vs કોંગ્રેસનું ‘ન્યાય પત્ર’, જાણો કેટલું અલગ છે બંને પાર્ટીઓના મેનિફેસ્ટો…

Tags :
Advertisement

.

×