In the Anantnag encounter, joint security forces operations is continuing against a group of 2-3 terrorists hiding there. The security forces including Army and local police are being provided support by small quadcopters and larger drones to keep an eye on the entire area. The… pic.twitter.com/Em1c1gBvPl
— ANI (@ANI) September 14, 2023
Home » Jammu and Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લેવાયા, સેનાનું મોટુ ઓપરેશન
Jammu and Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લેવાયા, સેનાનું મોટુ ઓપરેશન
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
127
જમ્મુ-કાશ્મીર (jammu and kashmir)ના અનંતનાગ ( Anantnag) માં બુધવારે સુરક્ષા દળોના 3 અધિકારી શહીદ થયા બાદ એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો (terrorists)એ છુપાયેલા આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. સમગ્ર વિસ્તાર પર નજર રાખવા માટે સેના અને સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા દળોને નાના ક્વોડકોપ્ટર અને મોટા ડ્રોન દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે
અગાઉ ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને રાષ્ટ્રીય રાઈફલ્સના વિક્ટર ફોર્સ કમાન્ડર મેજર જનરલ બલબીર સિંહે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી. સેનાએ કહ્યું કે આ ઓપરેશનમાં સુરક્ષાકર્મીઓ જંગલ વિસ્તારમાં અત્યંત સક્ષમ સર્વેલન્સ પોડ્સ સાથે સતત ડ્રોન ઉડાવી રહ્યા છે. આ સાથે, જ્યારે જરૂર હોય ત્યારે, સુરક્ષા કર્મચારીઓ અંધારામાં કોઈપણ અવરોધ વિના કામ કરવા માટે નાઇટ વિઝન ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. ચિનાર કોર્પ્સ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
3 અધિકારી શહીદ થયા હતા
જણાવી દઈએ કે જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનેક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા હતા. ચોક્કસ બાતમીના આધારે આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા ગયેલા આર્મી ઓફિસરો આગળથી સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યા હતા.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject