J-K: Major tragedy averted in Pulwama, police recover IED from terror associate
Read @ANI Story | https://t.co/VQfHCpi29w#Pulwama #IED #PulwamaPolice pic.twitter.com/LhLVNbmIzT
— ANI Digital (@ani_digital) May 7, 2023
Home » પુલવામામાં મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવાયું, 1 આતંકીની ધરપકડ
પુલવામામાં મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવાયું, 1 આતંકીની ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
118
પોલીસ અને સુરક્ષા દળોએ કાશ્મીર ખીણના પુલવામામાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે એક આતંકવાદીની ધરપકડ કરી છે. આ સાથે લગભગ પાંચથી છ કિલો IED પણ મળી આવ્યો છે. આ મામલે પોલીસ અને સુરક્ષા દળોની તપાસ ચાલી રહી છે.
આતંકવાદી સુત્રધાર ઈશફાક અહેમદ વાનીની ધરપકડ
મળતી માહિતી અનુસાર, પુલવામા પોલીસે આતંકવાદી સુત્રધાર ઈશફાક અહેમદ વાનીની ધરપકડ કરી છે. તે પુલવામાના અરીગામ વિસ્તારનો રહેવાસી છે. તેના ખુલાસા પર, પોલીસે લગભગ પાંચથી છ કિલો વજનનો IED જપ્ત કર્યો હતો. જેના કારણે પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.
ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી
સતત ત્રણ એન્કાઉન્ટર બાદ ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ એન્કાઉન્ટરમાં સંયુક્ત સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે જમીન પર વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આતંકવાદીઓ અથવા વિસ્ફોટકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ હિલચાલ અટકાવવા માટે ઉભા કરાયેલા વિવિધ ચેક પોઈન્ટ પર સ્નિફર ડોગ્સ સુરક્ષા કર્મચારીઓને વાહનોની તપાસમાં મદદ કરી રહ્યા છે.
સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ
સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે કારણ કે કાશ્મીર આ મહિનાના અંતમાં પર્યટન પર G20 કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. છેલ્લા પાંચ દિવસમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી ત્રણ દક્ષિણ કાશ્મીરના હતા.
ગુલમર્ગ ટૂરિસ્ટ રિસોર્ટ નજીક ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓની હાજરીએ ઘાટીમાં મોટા આતંકી હુમલાની આશંકાઓને જન્મ આપ્યો છે. પરંતુ સુરક્ષા એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે અને તેઓ દાવો કરે છે કે તેઓ કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject